Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પોરબંદરના ખાંભોદર પાસે ઇગ્લીશ દારૂની ૩૬ બોટલો સાથે ર બાઇક સવારો ઝડપાયાં

પોરબંદર તા.૭ : તાલુકાના ખાંભોદર પાસે ઇંગ્લીશ દારૂની કુલ ૩૬ બોટલો કિ. ૧૪૪૦૦ સાથે બે બાઇક સવારોને પોલીસે પકડી પાડયા હતા.

પોરબંદર જીલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા અનાર્મ પોલીસ કોન્સ. ચંદ્રેશકુમાર હાજાભાઇ તથા વિજયસિંહ ભોજાભાઇ તથા સતિષકુમાર જોધાભાઇ તથા વિપુલભાઇ કમલેશભાઇ ધુધલ વિગેરે સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાંભોદર ગામેથી આગળ રામવાવ ચાર રસ્તા પાસે આવતા રોડ ઉપર આરોપીઓ પ્રતાપભાઇ કારાભાઇ સરસીયા ભરવાડ ઉ.વ.રર ધંધો ખેતમજુરી કામ રહે. શિંગડા ગામ નવાપરા પોરબંદર તથા જયેશ રણમલભાઇ કરીર ભરવાડ ઉ.વ.ર૦ ધંધો ખેતમજુરી રહે. શીંગડા ગામ નવાપરા પોરબંદરનાઓ રોડ ઉપર ર મોટર સાયકલ સાથે ઉભેલા હોય જેના ઉપર શંકા જતા હોય ચેક કરતા ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હીસ્કી પેટી નંગ-૩, હરીયાણા બનાવટની ૭પ૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૩૬ કિ.૧૪૪૦૦ તથા મો.સા.ની કિ. રૂા.૩૦,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ અને સદર દારૂ રાણપર ગામે ડાયાભાઇ ઘેલાભાઇ કોડીયાતર પાસેથી વેચાતો લાવેલનું જણાવતો હોય જેથી મજકુર બંન્ને આરોપીઓ વિરૂધ્ધમાં બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા કલમ ૬૬ (૧) બી, ૬પઇ, ૧૧૬ બી, ૮૧, ૯૮ (ર) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી પો.સબ. ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રેશકુમાર હાજાભાઇ તથા અનાર્મ લોકરક્ષક વિજયસિંહ ભોજાભાઇ તથા સતિષકુમાર જોધાભાઇ તથા વિપુલભાઇ કમલેશભાઇ ધુધલ તથા હોમગાર્ડ લીલાભાઇ ઓડેદરા વિગેરે સ્ટાફના જવાનોએ કરેલ છે.

(12:26 pm IST)