Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પોરબંદરમાં સવારે વાદળોના ગડગડાટ સાથે માવઠું

બે દિવસથી સમયાંતરે વરસતા ઝાપટાઃ કમોસમી વરસાદથી ગ્રામ્યમાં ઘઉં, જુવાર, ચણા, જીરૂ પાકને નુકશાનઃ અમદાવાદથી પોરબંદર આવતી ફલાઇટ રદ

(પરેશ પારેખ, હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭: બે દિવસથી પોરબંદર શહેર અને ગ્રામ્યમાં સમયાંતરે છુટા છવાયા કમોસમી વરસાદ બાદ આજે શહેરમાં સવારે ૭.૩૦ વાગ્યે વાદળોના ગડગડાટ સાથે કમોસમી માવઠુ વરસી ગયું હતું

આજે સવારે માવઠા બાદ  શહેર જીલ્લામાં વાદળીયુ વાતાવરણ અને સખત ઠાર શરૂ થયેલ છે.

પોરબંદર શહેર-જીલ્લામાં બે દિવસથી સમયાંતરે છુટાછવાયા કમોસમી વરસાદ વરસી ગયા બાદ આજે સવારે શહેરમાં ૭.૩૦ વાગ્યે કમોસમી માવઠુ વરસી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી કમોસમી વરસાદને કારણે ઘઉં, જુવાર, ચણા, જીરૂ તથા શાકભાજીને નુકશાન થયું છે.

આજે સવારથી વાદળીયુ વાતાવરણ છે. સુર્યના અલપ ઝલપ દર્શન થાય છે અને ઠાર શરૂ થઇ ગયેલ છે. વરસાદી વાતાવરણને લીધે અમદાવાદથી પોરબંદર આવતુ વિમાન આજે આવી શકયુ નહોતુ. આ વિમાની સેવા આજે રદ કરાઇ છે.

પોરબંદર ગ્રામ્યમાં બરડા વિસ્તાર સહીત કમોસમી વરસાદથી પ૦ હજાર હેકટરમાં ચણા પાકને નુકશાની થઇ છે. જયારે જીરૂ, ૧૪ હજાર હેકટર, ધાણા ૧૩,પપપ હેકટર, ઘઉં રપ૧૮૦ હેકટર, જુવાર ૪૯૯પ હેકટર તથા શાકભાજીને ૭૧પ હેકટરમાં નુકશાની થઇ છે. કમોસમી વરસાદને કારણે માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, જુવાર, કઠોળની હરરાજી બંધ રાખવામાં આવ્યાનું જણાવાયું છે.

એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂતમ ઉષ્ણાતામાન ર૬.૪ લઘુતમ  ઉષ્ણાતામાન ૧૭.૪ ભેજ ૮૦ ટકા, પવનની ગતી પ કી.મી. હવાનું દબાણ ૧૦૧૩.૭ એચપીએ સુર્યોદય ૭.૩૧ તથા સુર્યાસ્ત ૭.ર૪ મીનીટે વરસાદ ૦.૦૧ મી.મી. નોંધાયો છે.

(12:27 pm IST)