Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબી જીલ્લામાં અલગ-અલગ ગુન્હામાં સંડોવાયેલા ૫ શખ્સોને 'પાસા'માં ધકેલાયા

દારૂ-ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નિજામ કટીયા, સીલમ કટીયા, ગૌતમ ઉર્ફ ગોવો ડાભી, રાકેશ મકવાણા તથા જલ્પેશ ઉર્ફે જાપો ખાખીને અલગ-અલગ જેલમાં ધકેલાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૭: મોરબી જીલ્લા પોલીસઙ્ગ દ્વારા અલગ અલગ પોલીસ મથકના ગુન્હા આચરવાની ટેવ વાળા પાંચ શખ્સોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી ૨, મોરબી તાલુકા વિસ્તારમાંથી ૨ અને માળિયામાંથી ૧ શખ્સને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીઙ્ગ એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં મારામારી અને પ્રોહીબીશનના માથાભારે આરોપી નિજામ જુસબભાઈ કટીયા (ઉં.૨૪)ને પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ઙ્ગઅને સલીમ જુસબભાઈ કટીયા (ઉ.૨૫)ને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે તો મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગોવો ટપુભાઈ ડાભી રહે-લાલપર ગામ વાળાને અટક કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે અને વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રાકેશ દેવજીભાઈ મકવાણા રહે- તા.થાનગઢ વાળાને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો છે તેમજ માળિયા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનના આરોપી જલ્પેશ ઉર્ફે જાપો વિનોદભાઈ ખાખી (ઉ.૩૪) રહે-મોટા દહીસરા વાળાને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.મોરબી જીલ્લામાં માથાભારે ઇસમોને પાસા હેઠળ ધકેલવામાં આવતા ગુનેગારોમાં ભય ઉભો થયો છે તો પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલઆંખ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(12:27 pm IST)