Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબી એસઓજીએ ગોંડલના એજાજને પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો

સુરેન્દ્રનગરના સમીર કંડીયાનું નામ ખુલતા શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૭:   મોરબી કંડલા બાયપાસ રોડ પર ધ્રુવ હોસ્પિટલ પાછળ આવેલ સરકારીએ આવાસ યોજના નજીકથી  ગોંડલના યુવાનેને દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કંડલા બાયપાસ ધ્રુવ હોસ્પિટલ પાછળ આવેલ સરકારી આવાસ યોજના નજીક એક શખ્સ શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦ તથા કાર્ટીસ નંગ-૨ કીમત રૂ.૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૨૦૦ મળી આવતા આરોપી એજાજ ઉર્ફે અલાઉદીન યુસુફભાઈ સલોટ રહે-ગોંડલ વોરા કોટડા રોડ સબજેલ પાસે આવાસ યોજના વાળો હોવાની કબુલાત આપી હતી તો આરોપી સમીર અનવરભાઈ કંડિયા રહે-સુરેન્દ્રનગર હાજર નહિ મળી આવતા એસઓજી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)