Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાના દર્દીઓ સાથે વિડિયો કોલની વાત કરી

 જૂનાગઢઃ કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ દ્વારા જૂનાગઢ જિલ્લાના કોરોનાના પોઝીટીવ આવેલ દર્દીઓ સાથે વિડિયો કોલીંગથી વાત કરીને દર્દિની તબિયત વિશે તથા દર્દીને આપવામાં આવતી આરોગ્યની સારવાર અને સેવાઓ વિશે ચકાસણી કરવામાં હતી. હોસ્પિટલમાં દાખલ થયેલ હોય કે ઘરે હોમ આઇસોલેશનમાં રાખેલ હોય તમામ દર્દિઓની આરોગ્ય સુખાકારીની ચિંતા જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા અંગત રસ લઇને કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિ ધ્યાને લઇને લોકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અંગેના તમામ બાબતોના પેરા મીટર અને ઇન્ડીકેટરર્સની ચકાસણી નિયમિત રીતે દરરોજ આરોગ્ય વિભાગ સાથે રહીને કરવામાં આવી રહી છે.

(12:44 pm IST)