Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં ર૧ સ્થળો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા તા. ૭: દેવભુમી દ્વારકા જિલ્લામાં સતત કોરોના પોઝીટીવ કેસમા ઉછાળાના પગલેગઇકાલે દ્વારકા જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડયાએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં ર૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે તથા ત્યાં નિયમીત મેડીકલ તપાસ તથા ચેકિંગનો આદેશ કર્યો છે.

આ વિસ્તારાં આવશ્યક તથા જીવન જરૂરી સિવાયની તમામ પ્રવૃતિઓ તથા પ્રતિબંધ તથા કોન્ટ્રેકટ ટ્રેલીગ, ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા અધિકારીઓને આ સંબંધે તપાસ તથા સર્તકતાનો આદેશ કરવામાં આવ્યો છે.

(12:50 pm IST)