Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન તરીકે એડવોકેટ અયુબભાઇ શેખની વરણી

સાવરકુંડલા, તા. ૭ : ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરમેન તરીકે વિદ્વાન એડવોકેટ અયુબભાઈ શેખ ની વરણી કરવા માં આવતા ભાવનગર વકીલ મંડળ અને મુસ્લિમ સમાજ માં હર્ષ ની લાગણી જોવા મળેલ હતી

  ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન ઇમરાન પ્રતાપગઢી ની સુચના થી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાંનભાઈ પઠાણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરમેન તરીકે ભાવનગર જિલ્લા ના પ્રખ્યાત અને નામાંકિત વિદ્વાન એડવોકેટ શ્રી અયુબભાઈ શેખ ની વરણી કરવા માં આવેલ છે  આ વરણી ને ભાવનગર જિલ્લા મુસ્લિમ સમાજ અને વકીલ મંડળ માં ખુશી વ્યાપી જવા પામી હતી

    અત્રે ઉલ્લેખનીય છે કે નામાંકિત એડવોકેટ અયુબભાઈ શેખ અગાઉ સૌરાષ્ટ્ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે ખૂબ સુંદર અને પ્રસંશનીય કામગીરી કરી હતી તેમજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહત્વ ના પદ ઉપર રહી ચાવીરૂપ કામગીરી કરવા માં અગ્રેસર રહ્યા હતા તેમજ ભાવનગર વકીલ મંડળ માં પણ અતિ મહત્વ ની જવાબદારી પૂર્વક સેવાઓ બજાવી છે શ્રી એડવોકેટ અયૂબભાઈ શેખ સંગઠન ના ખુબજ માહિર હોવા ના નાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરમેન તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ વરણી ને ધારાસભ્ય ગયાસુદીન શેખ ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા  ધારાસભ્ય જાવેદબાપુ પીરજાદા  વિગેરે એ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(12:45 pm IST)