Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોના સંક્રમણ અટકાવવા અમરેલીમાં તંત્ર દ્વારા માસ્ક માટે ઝુંબેશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૭ :  હમણા શરૂ થયેલા કોરોનાનાં સંક્રમણને ખાળવા જિલ્લા સહિત અમરેલી શહેરભરમાં માસ્ક માટે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરાઇ છે તેવા સમયે અમરેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે. જિલ્લામાં આજે ગુરૂવારે નવા ૧ર પોઝિટીવ કેસ આવ્યા છે બપોરના સમયે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેરા કરાયેલા આંકડામાં નવ કેસો આવ્યા હતા ત્યાર બાદ મોડી સાંજે બગસરામાં માઉન્ટ આબુ ગયેલા પ્રવાસીઓ પૈકી ૩ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેથી કુલ ૧ર કેસ થયા છે અને તેમાંય અમરેલી શહેરમાં કોરોના ભયંકર હદે ફેલાઇ રહ્યો છે અને કદાચ ફેલાઇ ગયો છે.

વેકસીન કોરોના સામેની શરીરની લડતમાં મદદરૂપ થઇ રહી છે. પણ કોરોના ફેલાતો તે વેકસીન નહીં પણ માસ્ક જ અટકાવી શકશે. આજે સવારના નવ કેસમાંથી અમરેલી શહેરના જ પાંચ કેસો આવ્યા છે જયારે એક રાજુલા અને એક જાફરાબાદ તથા બે કેસ સાથે ધારીમાં પણ કોરોનાનું આગમન થયું છે. અમરેલી આઇએમએના પ્રેસીડેન્ટ ડો. જી. જે. ગજેરા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી કોરોનાને ગંભીરતાથી લેવાની સલાહ આપી ડર નહીં પણ સાવચેતી રાખવા જણાવાયું અને કોરોનાનો ગઇ લહેરમાં આવેલ ડેલ્ટા વેરીયન્ટ જ આ વખતે ફરી આવ્યો હોય લોકોને વધુ એક વખત સચેત રહેવા અમરેલી ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના પ્રેસીડેન્ટ અને શહેરના સીનીયર ડો. જી.જે. ગજેરાએ જણાવેલ છે.

ગ્રામીણ વિસ્તારમાં અને એમાં પણ ચાલુ સ્કુલમાં સરકારના વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમની અસર તે સ્કુલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણને પડી છે એ વાત નકકી છે. આ કોરોના સંક્રમણના બીજી લહેર બાદ ગામડાની સ્કુલોમાં ઓફલાઇન શિક્ષણની પાટે ચડેલી ગાડી ફરી પાટા પરથી ઉતરશે. હાલ જાણવા મળતી વિગત મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રવિવાર સુધી આ સ્કુલ ન બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છ. સાથે સાથે શાળાના બાળકો અને શિક્ષકો ના પણ  ટેસ્ટ  કરવા જણાવાયું છે. લોક મુખે સાંભળવા મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જંગર પેટા કેન્દ્રના કોઇ આરોગ્ય કર્મચારી કોરોના પોઝીટીવ આવ્યા છે અને તે પણ આ કેમ્પમાં હતા તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. જો કે આ બાબતે કોઇ સ્પષ્ટતા હજુ સુધી થઇ નથી. પરંતુ ગામડામાં વહીવટી તંત્રની બેદરકારી થી કોરોના સંક્રમણ ના વધે તે માટે જરૂરી પગલા લેવા ખુબ જરૂરી બને છે.

(12:45 pm IST)