Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સાવરકુંડલા : કોળી સમાજના બંને આગેવાનોનો આંતરિક વિવાદ તે અયોગ્ય છે ભૂલી જઇ એક મંચ ઉપર આવો : કરણ બારૈયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૭ : કોળી સમાજ ના બને  દિગગજો આગેવાનો આંતરિક વિવાદને મિટાવી દઈ એક પ્લેટ ફોમ ઉપર આવો જેથી કરીને કોળી સમાજ ને વ્યાપક ફાયદો થાય કરણભાઈ બારૈયા મધ્યસ્થી બન્યા. સામાન્ય બાબતે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને પૂર્વ સાંસદ ફતેપરા વચ્ચે વિવાદ ચાલે છે તે વીવાદ જુદા જુદા સંગઠન બનાવવા સુધી મામલો પહોંચેલ છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદના વતની અને છેલ્લા ૩૦ વર્ષથી કોળી સમાજની તન મન અને ધનથી સેવા કરતા તેવા કોળી સતત ચિંતા કરતા કોળી સમાજના પટેલ કરણભાઈ બારૈયા એ કહેલ કે કોળી સમાજના બને કદાવર આગેવાનો પિતાની આંતરિક લડાઈ મીટાવી દઈ એક પ્લેટ ફોમ ઉપર આવી કોળી સમાજ નું જબરૂ અને અસર કારક સંગઠન ઉભું કરવા ની તાતી જરૂરિયાત છે   શ્રી કરણભાઈ બારૈયા એ એમ પણ જણાવેલ હતું કે સૌરાષ્ટ્રના કોળી સમાજના બે ભાગલા પડે તે વાત વ્યાજબી ન ગણાય તેથી સમાજની એકતા પણ ટુટે અને તેના થી કોળી સમાજ ને નુકશાન પણ થાય એટલે આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોળી સમાજનું સુખદ સમાધાન કરી એક સંપ કરી એક જુટ બની વિધાનસભાની ચૂંટણી માં કોળી સમાજનું પ્રભુત્વ જળવાઈ રહે તેવા તમામ પ્રકાર ના  પ્રયત્ન કરવા જોઈએ કોળી સમાજ ના હિત ખાતર જો આમ ને આમ અદરો અંદર વિવાદ ચાલતો રહેશે તો આવતા દિવસો માં કોળી સમાજ ને મોટું નુકસાન સહન કરવું પડશે

    એટલે કુંવરજીભાઇ બાવળિયા અને ફતેપરા બને આગેવાનો ગુજરાત કોળી સમાજના સમજુ આગેવાનો છે તે  થઈ ને વિવાદ કરે તે વ્યાજબી ન ગણાય વર્તમાન સમયમાં એક થઇને કોળી સમાજની પ્રગતિ વિકાસ માટે ખભે ખભા મિલાવી સારા કર્યો માટે લાગી જઈએ.  શ્રી કરણભાઈ બારૈયાએ એમ પણ જણાવેલ હતું કે કુંવરજીભાઇ બળવીયા અને ફતેપરા ના આંતરિક વાદ વિવાદ અને વિખવાદ મીટવા માટે કોળી સમાજ નું મહા સંમેલન મારે જાફરાબાદ બોલવું પડે તો મારી સંપૂર્ણ તૈયારી છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી કોળી સમાજ એક થઈ ને લડશું કોળી સમાજ ના હિત અને વિકાસ માટે તેમ અંતમાં કરણભાઈ બારૈયા એ જણાવેલ હતું.

(12:50 pm IST)