Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

હિસાબી અધિકારીઓની બદલીનો ઘાણવો

મોરબીના વિક્રમ ખૂંગલા અને ચિરાગ વાછાણીની રાજકોટમાં નિમણુકઃ ખંભાળીયા સાવન રાજપરા મોરબીમાં: જુનાગઢના રવિ કુમકિયા વેરાવળમાં

રાજકોટ તા. ૭ :.. રાજયના નાણા વિભાગ હેઠળની હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા હિસાબી અધિકારી કક્ષાના ૭૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ પેન્શન ચૂકવણા કચેરીના તેજસ મહેતાને ભાવનગર તિજોરી કચેરીમાં, મોરબીના વિક્રમ ખૂંગલાને જિલ્લા સહાયક નિરીક્ષક કચેરી રાજકોટ, મોરબીના ચિરાગ વાછાણીને રાજકોટ પેન્શન ચૂકવણા કચેરીમાં અધિક તિજોરી અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. ખંભાળીયાના સાવન રાજપરાને મોરબી જિલ્લા પંચાયતમાં, ગાંધીનગરના ધર્મિષ્ઠાબેન ચાવડાને ભાવનગર, તથા જામનગરના કેયુરી ત્રિવેદીને જામનગર જિલ્લા પંચાયતમાં નિમણુક આપવામાં આવી છે. મોરબીના નેતલબા સોઢાને ખંભાળીયા તિજોરી કચેરીમાં નિમણુક અપાયેલ છે. જુનાગઢના રવિ કુમકિયા વેરાવળ તિજોરી કચેરીમાં, જુનાગઢના આશિષ કોડીયાતર સોમનાથ જિલ્લા પંચાયતમાં, જામનગરમાં વિજય ઓડેદરા, જુનાગઢ શિક્ષણ સમિતિમાં જુનાગઢના પારૂલ ધ્રાંગ્યા રાજકોટ કલેકટર કચેરીમાં હિસાબી અધિકારી તરીકે નિયુકત થયા છે. બોટાદના રેણુ પડાયાની ભાવનગર બદલી થઇ છે. રાજકોટ સ્થાનીક ભંડોળના ધવલ રાજા જિલ્લા તિજોરી કચેરી રાજકોટમાં, રાજકોટ ગ્રામ વિકાસ એજન્સીના મિલન કામઠિયા અમરેલી જિલ્લા પંચાયતમાં રાજકોટના વિનય સાદિયા જુનાગઢમાં મૂકાયા છે.

(12:46 pm IST)