Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વિસાવદરના બરડીયા ગામનાં લોકોને સારવાર માટે બહાર ગામ જવું નહીં પડેઃ ઘર બેઠા સારવાર મળશેઃ કિરીટ પટેલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૭: વિસાવદર તાલુકાનાં બરડીયા ગામનાં લોકોને સારવાર માટે હવે બહારગામ નહીં જવુ પડે,દ્યેરબેઠાં સારવાર મળશે. ૮ માસમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડીની ભેટ મળશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે ગઇકાલે ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યુ હતું.

વિસાવદર તાલુકાના બરડીયા ગામે ૧,૨૫,૦૦,૦૦૦ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. હવે ગ્રામજનોને ટૂંક સમયમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડીની ભેટ મળશે. ભૂદેવોના મુખેથી ઉચ્ચારતા મંત્રોના જાપ સાથે શાસ્ત્રોકત વિધીથી થયેલ ભૂમિ પૂજનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, પ્રવિણભાઇ પટોળીયા, વિરેન્દ્રભાઇ સાવલીયા, નિતીનભાઇ કપુરીયા, દિનેશભાઇ ખટારીયા, બરડીયાના સરપંચ પ્રવિણભાઇ સાવલીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

બાદમાં લેઉવા પટેલ સમાજ ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ઉપરોકત મહાનુભાવો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ભાલાળા, હરિભાઇ રિબડીયા, જમનભાઇ સાંગાણી, અશ્વિનભાઇ સરધારા,રતિભાઇ સાવલીયા વગેરેનું સન્માન કરાયું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર બનતા બરડીયાના લોકોને ઘરબેઠા આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે, સારવાર માટે બહારગામ જવું નહિ પડે. જે આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે તેનું કામ ૮ માસમાં પૂર્ણ થઇ જશે બાદમાં લોકાર્પણ કરવામાં આવશેે.

બરડીયા ગામે આરોગ્ય કેન્દ્ર કાર્યરત થશે તો આજુબાજુના અનેક ગ્રામજનોને આરોગ્ય વિષયક સુવિધા નજીકમાં જ મળી રહેશે.(

(12:47 pm IST)