Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વેગડી જી.આઈ.ડી.સી.માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી

ધોરાજી, તા.૭: વેગડી જીઆઇડીસીમા આવેલ હરી ઓમ પ્લાસ્ટીકના કારખાનામાં રોમટીરીયલમાં વિકરાળ આગ લાગી હતી. મજુરો ખુબ જ ઠંડી હોય જેથી પ્લાસ્ટીક વેસ્ટનો માલ પડેલ હોય અને ઠંડીથી બચાવવા માટે તાપણી કરી હતી ત્યા જ બાજુમા પડેલ પ્લાસ્ટીક રો મટીરીયલના જથ્થામા અચાનક આગ લાગતા પ્લાસ્ટીકના કારખાનેદારને જાણ કરાતા તાત્કાલિક ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાઈ અને જવાનો હરીભાઇ વૈષ્ણવ, સુરેશભાઈ વઘાસીયા, બહાદુરસિંહ ગોહીલ, અયુબભાઈ ખાન, હમીરભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાનો પ્રયત્ન કરેલ.

આગ બુઝાઈ તેની પહેલા તમામ રો મટીરીયલસ બળીને ખાખ થઈ ગયેલ. બે ફાયરના બંબાઓ હજુ આગ કાબૂમા લેવા માટે પ્રયત્ન કરેલ. અંદાજે દસ થી પંદર લાખ રૂપિયાનુ નુકસાન થયેલ તેવુ અનુમાન છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયાઃ ધોરાજી)

(12:47 pm IST)