Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલના પાંચ શિક્ષકોને કોરોનાઃ શાળામાં પાંચ દિવસ રજા

 ગોંડલમાં આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના પાંચ શિક્ષકોને કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે. હાઇસ્કુલમાં પાંચ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. નગરપાલિકા તંત્ર દ્વારા આખી શાળામાં સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
(જીતેન્દ્ર આચાર્ય - ભાવેશ ભોજાણી દ્વારા)

 

(12:58 pm IST)