Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જુનાગઢ જિલ્લામાં પાંચ વર્ષ પુર્ણ કરનાર ૭૪ શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : જુનાગઢની એન.બી.કાબલીયા કન્યા વિદ્યામંદિર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ વિતરણ કેમ્પ યોજાયો હતો.

જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષણ સહાયકો જેમને નોકરીમાં પ વર્ષ પુર્ણ થયા હોય તેમને પુરા પગાર આદેશ વિતરણ કરવા માટે યોજાયેલ આ કેમ્પમાં ૭૪ શિક્ષણ સહાયકોને પુરા પગાર સમાવેશ કરી આદેશ વિતરણ કરાયા હતા અને વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ સરકારશ્રીના કોવિડ-૧૯ની સુચનાનો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતુ અને આ આદેશ લેવા માટે ફકત જે શિક્ષણ સહાયકો હાજર રહયા હતા. જેમને અગાઉ સંસ્થાને પરિપત્ર પાઠવી જાણ કરાય હતી. આ કેમ્પને સફળ બનાવવા શ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કચેરીના ઇ.આઇ. આર.વી.પરમાર અને એલ.વી.કરમટા સહિત કચેરીનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો અને ૭૪ શિક્ષણ સહાય સહાયકોને પુરા પગારમાં સમાવવામાં આવતા પુરા પગારના આદેશનું વિતરણ કરવામાં આવેલ. જેથી આ શિક્ષણ સહાયકોમાં આનંદની લાગણી વ્યકત થઇ હતી.

જુનાગઢ જિલ્લાની બિન સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓનાં કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, આઝાદ ચોક, જુનાગઢ ખાતે જિલ્લા વહીવટી તંત્રની રાહબરી અને કમિશ્નરશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગરની સુચના  અન્વયે જાહેર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં આ જિલ્લાની કુલ ર૧પ બિનસરકારી ગ્રાન્ટેડ શાળાના ૬૦ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણનાં લાભ અન્વયે જરૂરી આધારોની ચકાસણી કરીને સ્થળ પર જ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવ્યા હતા. આ તકે માનનીય જિલ્લા શિક્ષણાધિકારીરી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કેમ્પ બાદ આ જિલ્લામાં બિન સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓનાં કર્મચારીઓ ઉચ્ચતર પગારધોરણનાં લાભથી વંચિત રહેશે નહિ અને તેઓને સમયસર પોતાના નાણાકીયલાભો મળી રહેશે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના ઇ.આઇ. આર.વી.પરમાર અને એલ.વી.કરમટા તથા કચેરીના નિરીક્ષણ વિભાગ અને વહીવટી કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.

સમગ્ર કેમ્પ દરમિયાન સરકારશ્રીની સુચના મુજબ કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યુ હતુ. ૬૦ જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સમયસર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતા તેઓ આનંદની લાગણી અનુભવી રહયા છે.

(1:13 pm IST)