Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં દોઢ-ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદથી પાકને નુકશાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી માવઠાનું જોર રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગઇકાલે દિવસ દરમિયાન હળવા છાંટા બાદ બપોરના સુર્યનારાયણના દર્શન થયા હતા અને મોડી સાંજ સુધી મહદ અંશે વાતાવરણ ખુલ્લુ રહ્યું હતું. ત્યારબાદ પુનઃ વાદળોની જમાવટ થતા કાલે સવારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ કમોસમી માવઠાને કારણે કાલે સવારે ખંભાળીયામાં ૧૩ મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં નોંધપાત્ર ૩૬ મીલીમીટર વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત આજે સવારે ભાણવડ પંથકમાં પણ વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા આજના આ કમોસમી અને મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને વાતાવરણ ટાઢુ બોળ થયું હતું.

આજે સવારે આઠ વાગ્યે પુરા થતા ર૪ કલાક દરમિયાન સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ અને ખંભાળિયા તાલુકામાં ૧પ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મી.મી.વરસાદ નોંધાયો હતો.

સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લુ બન્યું હતું અને સુર્યનારાયણના દર્શન પણ થયા હતા. આ કમોસમી માવઠાને કારણે શિયાળુ પાકને નુકશાની થવાની ભીતી સાથે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છ.ે

(1:14 pm IST)