Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેવભૂમિ દ્વારકા જિ. પો. વડા સુનિલ જોશીનું પાંચ પોલીસ સ્ટેશનનું વિઝીટેશન નોટ રીડીંગ

પોલીસ કર્મીને પ્રોત્સાહિત કરાયા ઇનામ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી સુનીલ જોશી દ્વારા જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનનોનું વિઝીટેશન તથા નોટ રીડીંગનો કાર્યક્રમ યોજાયો હતો. ખંભાળીયા, સલાયા, મહીલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કવાર્ટર તથા ભાણવડ પો. સ્ટેશને નોટ રીડીંગ તથા વિઝીટેશન થયું હતું. જેમાં પો. ઇ. પી. એમ. જુડાળ, પો. સ. ઇ. શીંગર ખીયા, નિકુંજ જોશી વિ. જોડાયા હતા તથા કેટલીક જગ્યાએ ડી. વાય. એસ. પી. હિરેન્દ્ર ચૌધરી તથા નીલમ ગોસ્વામી પણ જોડાયા હતાં.

પોલીસ કર્મચારીઓ સાથે મુલાકાત મહત્વની બાબતોની ચર્ચા, કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ  પત્ર સન્માન તથા રેકોર્ડ તપાસણી સાથે સુચના આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જિ. પો. વડાશ્રી સુનિલ જોશી સાથે પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા તથા જિ. પો. વડાનું માર્ગદર્શન મેળવ્યું હતું.

(1:16 pm IST)