Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પરમ લક્ષ્યને પ્રા કરવા

પૂ. ભવ્યમુનિ દ્વારા માનવભવની ચરમલક્ષ્યરૂપ સંથારાની ઉંત્કૃષ્ટ સાધનાઃ સદ્્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ. સા.

પૂ. ભવ્યમુનિ મ. સા.ને સંથારાનો ૧૭મો દિવસ છે અને ૪૭મો ઉંપવાસ

રાજકોટ તા. ૭:.. ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.નાં સુશિષ્ય-સદ્્ગુરૂદેવ પૂ. પારસમુનિ મસાહેબ નવારણુજા શ્રી રામદેવજી મહારાજ પ્રાર્થના મંદિરે બિરાજતાં ધર્મસભામાં આજરોજ જણાવેલ કે સંથારો શબ્દ જૈનધર્મમાં ખુબ પ્રચલિત છે. સંથારામાં જીવન પુર્ણ થાય છે. પરંતુ તે આત્મહત્યા નથી. આત્મહત્યામાં મનુષ્ય હતાશ, નિરાશ, દુઃખી કે આવેશ માં હોય છે. જયારે સંથારામાં ભોજનનો પણ પરિત્યાગ કરી આત્મસ્થ બની ચિત્ત સમાધિમાં આત્મ કલ્યાણની દ્ષ્ટિ હોય છે.
આત્મહત્યા ત્યારે કરવામાં આવે જયારે જીવન લાંબુ લાગતું હોય, દુઃખનો અંત ન દેખાતો હોય સંથારો ત્યારે કરવામાં આવે જયારે દેહ કે ઇન્દ્રિયો અસમર્થન બને, મૃત્યુ સામે દેખાતુ હોય આત્મહત્યા કરનાર ક્રોધ, દ્વેષ, દુઃખ દર્દથી પિડિત હોય. સંથારો કરનાર ક્રોધ, દ્વેષ, દુઃખ, દર્દથી ઉંપરત બની, આત્મભાવમાં સ્થિત હોય.
આત્મહત્યા પ્રેમમાૅ અસફળ, પરીક્ષામાં અસફળ, ખેતીમાં નુકશાન, કર્જમાં ડુબેલ, કલેશ-કંકાસથી કંટાળી, અન્ય થી પરેશાની અર્મદકારણથી કરે છે. જયારે સંથારો આવા કોઇ કારણથી નહીં પરંતુ આત્માને જે કોઇ સોથ પૂર્વમાં મનદુઃખ થયુ હોય, કલેશ થયો હોય, આત્મભાવમાં દુઃખ ઉંત્પન્ન થયું હોય તે સર્વ આત્માની સાથે ક્ષમાયાચના કર્યા બાદ આત્માનાં શુધ્ધ પરિણામની પરાકાષ્ઠા છે.
આત્મ હત્યા કરનાર તત્કાળ મરવા ઇચ્છે છે. જયારે મૃત્યુની ઇચ્છા કરવી તે પણ સંથારામાં દોષ ગણવામાં આવે છે.
ન્યાયાલય કોઇને મૃત્યુદંડ આપે છે તો તેને માટે ફ્રાંસી, વિષ કે વિદ્યુત આદિ પ્રયોગથી મૃત્યુ થાય છે. અન્ન પાણીનો ત્યાગ કરાવીને મૃત્યુ નથી આપતાં, કારણ કે અન્ન-પાણીનો ત્યાગ મૃત્યુ પ્રા કરવાનો માર્ગ નથી.
વિષ પ્રયોગ, ફાંસી, શસ્ત્ર, પ્રયોગ, જલ પ્રવેશ, અગ્નિ પ્રવેશ, ઉંંચાઇ પરથી પડીને મૃત્યુને ભેટવું આદિ ઉંપાયોને જૈનધર્મમાં અજ્ઞાન મરણ બતાવ્યા છે. તેની અનુમોદના કરવાથી પણ સાધુને પ્રાયશ્ચિત  આવે છે. આત્મહત્યા પ્રાયા લોકોની નજરથી બચીને કરવામાં આવે છે કારણ કે તેનો એક માત્ર ઉંદેશ્ય મૃત્યુની ઇચ્છા છે.
સંથારો મૃત્યુની ઇચ્છાથી નથી કરવામાં આવતો, આહાર-પાણીનો ત્યાગ, શારિરીક અસમર્થતા, ઇલાજન થઇ શકે તેવા રોગ, મૃત્યુ નજીક દેખાતું હોય તેવી પરિસ્થિતિમાં  મૃત્યુ સમયે જગતની કોઇ વસ્તુ, વ્યકિત કે સ્થાન પ્રત્યે મોહ બંધાયેલ ન રહે, સર્વસંગનો ત્યાગ કરવારૂપ સંથારો લોકોની વચ્ચે રહી કરવામાં આવે છે.
મહાત્મા ગાંધી આદિ નેતાઓએ ઘણીવાર આમરણ અનશન કર્યા અને આજે પણ નેતાઓ ઘણીવાર કરે છે. નિશ્ચિતરૂપે તે આત્મહત્યાનાં પ્રયાસરૂપ નથી માનવામાં આવતો. કારણ કે અન્ન-પાણીનો ત્યાગ કરવો તે મૃત્યુને ભેટવાનો ઉંપાય નથી.
સંથારો લૌકિક અનશનથી ઘણી ઉંચ્ચ સાધના છે. લૌકિક આમરણ અનશન તો રાગ-દ્વેષ, રાજનૈતિક, આર્થિક, સામાજિક લાભ આદિને માટે હોય છે. સંથારો તેના માટે નથી.
ભૂદાન આંદોલનના પ્રણેતા શ્રી વિનોબાભાવે સંથારાના પ્રબળ સમર્થક હતાં. ગોંડલ સંપ્રદાયના તપસ્વી અનશન આરાધક પૂ. જગજીવનજી મહારાજ સાહેબનાં સંથારાની અનુમોદના પ્રત્યક્ષ ઉંપસ્થિત રહીને કરી. દર્શન કરેલ.
આત્મહત્યા કરનાર માનસિક નિયંત્રણ ખોઇ દે છે. જયારે સંથારો સભાન અવસ્થામાં સ્વસ્થતાપૂર્વક સ્વીકારવામાં આવે છે.
ભગવાન મહાવીરની પરંપરામાં સંથારાની સાધનાને ઉંત્કૃષ્ટ સાધના બતાવવામાં આવી છે. આવી ઉંત્કૃષ્ટ સાધના રાજકોટમાં ઋષભ ધર્મસ્થાનમાં પૂ. રાજેશમુનિ મ.સા. સુશિષ્ય પૂ. ભવ્યમુનિ મ. સા. કરી રહ્યા છે. તે મહાન અનશન આરાધકને કોટિ કોટિ વંદના, અમિવંદના સંથારો એ દરેક જૈન અનુયાયીનું ચરમલક્ષ્ય હોય છે. તે ચરમલક્ષ્યની પરમલક્ષ્ય પ્રા કરનારી સાધના કરનાર પૂ. ભવ્યમુનિ મ.સા.નો આત્મ પુરૂષાર્થને કોડો સાધુવાદ.
જે સંત-સતીજી શ્રાવક-શ્રાવિકા વર્ગ પ્રત્યક્ષ દર્શન પામ્યા તે સૌભાગ્યશાળી છે. શ્રમણ અને શ્રાવકનું ત્રીજુ મનોરથ એક સમાન છે કે અંતે ચાર આહારનો ત્યાગ કરી, સર્વ સંગથી મુકત બની અનશનવ્રત-સંથારાની સાધના કરી આત્મકલ્યાણ સાધી મનુષ્યભવને સફળ બનાવવો. (પ-૧૯)

 

(4:13 pm IST)