Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે વરસતા ઝાપટાઃ ખંભાળીયાના મોવાણીયામાં પોણો ઇંચ

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરે પણ અનેક જગ્યાએ હળવા ભારે ઝાપટા રૂપે વરસાદ પડયો છે. ''અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા રણસુરભાઇ ચારણે જણાવ્યું છે કે દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના મોવાણામાં પોણો ઇંચ વરસાદ પડયાનું જણાવ્યું છે.

''અકિલા''ના શ્રોતા કૃણાલભાઇ ભોલાએ જણાવ્યું છે કે, જામનગર જીલ્લાના જામજોધપુરમાં સવારથી બપોર સુધીમાં ઝરમર છાંટા વરસ્યા છે.

''અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા પ્રેમજીભાઇ માકડીયાએ જણાવ્યુ છે કે, તલાલા તાલુકાના વિરપુર (ગીર)માં ધીમીધારે વરસાદ પડયો છે.

પોરબંદરમાં પોણો ઇંચ, રાણાવાવમાં અડધો ઇંચ અને કુતિયાણામાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

(5:10 pm IST)