Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

લીંબડીના રળોલ ગામમાં ઘરમાં આવવા મુદ્દે ડખ્ખામાં ધારીયાના ઘા ઝીંકી યુવકની હત્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭ :. લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઈ સાપરા અને બાબુભાઈ ટપુભાઈ પઢાર વચ્ચે ઘરમાં આવવા બાબતે ઝઘડો થયો હતો.

ઝઘડામાં ઉશ્કેરાયેલા બાબુભાઈ પઢારે દિનેશભાઈને ધારીયાના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈને લીંબડી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત ન નીવડતા મોત નિપજ્યુ હતું.

મૃતકના ભાઈની ફરીયાદના આધારે પાણશીણા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.(

(5:11 pm IST)