Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજીમાં 18 કોરોના પોઝીટીવ કેસો નોધાયા: છેલ્લા 15 દિવસમાં 100થી વધૂ કેસો નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શહેર-ગામીણ વિસ્તારોમા કોરોના પોઝીટીવ કેસોના આંકડા વધી રહયા છે છેલ્લા 15 દિવસમાં 100 થી વધૂ કેસો નોંધાયા છે શૂકવારે ધોરાજીમાં 18 કેસો કોરોના પોઝીટીવ નોધાયા છે આમ જોતા ધોરાજીમાં પણ પૂરુંનો કાળો કેર જારી રહ્યો છે પ્રથમ શહેરમાં પણ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજીમાં જોવા મળ્યા હતા બીજી લહેર માં પણ ધોરાજીમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા હતા અને ત્રીજી લહેરમાં ફરી કેસો વધી રહ્યા છે ત્યારે ધોરાજીની જનતા પણ સાવચેત રહે અને સરકારની ગાઈડલાઇનના નિયમ પ્રમાણે લોકો બહાર નીકળે અને માસ્ક ફરજિયાત પહેરે

આ બાબતે આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું છે અને જે તે વિસ્તારની દ્રશ્યમાન થાય છે ત્યારે પણ કરી રહ્યા છે તેમ આરોગ્ય અધિકારી પુનિત વાછાણી એ જણાવ્યું હતું

(6:40 pm IST)