Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજી ભાદરડેમ-2 ભૂખીનૂ સિંચાઈ માટે પાણી છોડવા સાંસદ રમેશભાઈ ધડૂકની રજૂઆત ના પગલે સિંચાઈ વિભાગ દ્વારા શિયાળૂ પાકના પિયત માટે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી અપાતાં ખેડૂતોમાં આનંદની લાગણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકએ ધોરાજીના ભૂખી ગામે આવેલ ભાદરડેમ-2 નૂ પાણી શિયાળૂ પાકના પિયત સિચાઈ માટે છોડવા માટેની રજૂઆત રાજ્ય સરકારના સિંચાઈ મંત્રી ઋષિકેસ પટેલને રજૂઆત કરાઈ હતી

સિંચાઈ વિભાગ દ્વારા સાંસદ રમેશભાઈ ધડૂકની રજૂઆત ના પગલે ભાદરડેમ-2 ભૂખીનૂ પાણી સિંચાઈ માટે છોડવા માટે મંજૂરી અપાઈ છે
આ ભાદર ડેમ-2 ભૂખીનૂ શિયાળૂ પાકના પિયત માટે ભાદર નદી માં સિંચાઈ માટે 194 એમ.સી.એફ.ટી પાણી છોડવામાં આવનાર છે આ ભાદર નદીના પાણી નો સિંચાઈ માટે નો લાભ પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા, ધોરાજી પંથકના ખેડૂતો ને સિંચાઈ માટે લાભ મળનાર છે
આ અંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક એ  જણાવ્યું હતું કે ધોરાજીના ભૂખી ગામે આવેલ ભાદરડેમ-2 નૂ પાણી સિંચાઈ માટે છોડવા માટે સિંચાઈ મંત્રીને રજૂઆત કરાઈ હતી જે અન્વયે સિંચાઈ વિભાગ દ્વારા ભાદરડેમ-2નૂ પાણી સિંચાઈ માટે છોડવાની મજૂરી અપાઇ છે જેથી ખેડૂતોની હજારો એકર જમીનને શિયાળૂ પાકના પિયત માટે સિંચાઈનો લાભ મળનાર છે. 

(6:41 pm IST)