Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજી પોલીસ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘરફોડ ચોરીનો તેમજ મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

પોકેટ કોપની મદદથી તથા હોક આઇ સીસીટીવી પ્રોજેકટની મદદથી પોસ્ટની મો.સા.ચોરી તથા તારાપુર કોર્ટ કંમ્પાઉન્ડમાથી થયેલ ઘરફોડ ચોરીનેં ભેદ ઉકેલતી ધોરાજી પોલીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘરફોડ ચોરીનો તેમજ મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ચોરીના વણશોધાયેલ મિલકત વિરૂધ્ધના ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના નવા આવેલા પો.ઇન્સ એ,બી.ગોહિલના માર્ગદર્શનહેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના એ.એસ,આઇ આર.કે.બોદર તથા પો.કોન્સ અરવીંદસિહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિહ વાળા ધોરાજી તોરણીયા ગામના પાટીયા પાસે વાહન ચોરી ની ખાનગી હકીકત મળતા વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન ચોકકસ બાતમી આધારે મોટર સાયકલ તથા મોબાઇલ ફોન સાથે એક શખ્સ નીકળતા ત્યાજ ઝડપી પાડી જયા પોકેટ કોપની મદદ લઇ વ્યકિત સર્ચ કરતા તથા મો.સા સર્ચ કરતા ધોરાજી પોસ્ટ

ના ચોરીના ગુનામાં ગયેલ મો.સા. તથા મોબાઇલ ફોન મળી આવેલ હોઇ તેમજ ઝડપાયેલા ની પ્રતિયુકિત થી વધુ
પુછપરછ કરતા પોતે પચ્ચીસ દિવસ પહેલા તારાપુરમાં આવેલ કોર્ટ કંમ્પાઉન્ડ
માં ત્રણ માળીયા ફલેટ માંથી ઘરફોડ ચોરી કરવા રાત્રીના ઘુસી કોર્ટ કંમ્પાઉન્ડના પહેલા માળે રૂમની તીજોરી તોડી તીજોરીમાં રાખેલ લેપટોપ તથા પેનડ્રાઇવ તથા બે બોલપેનની ચોરી કરેલા નુ કબુલતો હોઇ, તથા વધુ ચોરી કબુલતો હોઇ તેમજ તે ઉપરાંત શીહોર રાજપરા ખોડીયારમાના પકડાયેલ આરોપી મનુ ઉર્ફે મનોજભાઇ કરમશીભાઇ સોલંકી જાતે કોળી ઉ.વ.૪ર ધંધો મજુરી રહે.જવારજ તા,ધોળકા જી અમદાવાદ હાલે ભાવનગર ચીત્રા જી.આઇ.ડી.સી, મસ્તરામ મંદીર પાછળ લીધો હતો તેમની પાસેથી કબજે કરેલ મુદામાલ હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું ગ્લેમર મોટર સાયકલ જેના રજી નંબર GJ-03-DC-7034 કિ.રૂ ૧૫૦૦૦/
તથા ઓપો કંપનીનો એફ ૧૧ પ્રો મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦૦/
તેમજ ASPIRE E1-522 કંપનીનું કાળા કલરનું લેપટોપ તેમજ પેનડ્રાઇવ SANDISK કંપનની તેમજ
બોલપેન નંગ બે કિ રે ૯૫૦૦/ તથા  શીહોર રાજપરા ખોડીયારમાના મંદિર પાછળ આવેલ દુકાનમાંથી રોકડ રૂપીયા ૧૨૦૦/ તથા કેમેરો NIKON)કંપનીનો COOLPIX સીલ્વર કલરનો કિ રૂ ૫૦૦૦/ ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કજામાંજે કરેલ
ઉપરોક્ત આરોપી ઝડપી લેવામાં ધોરાજીના પો.ઇન્સ, એ.બી.ગોહીલ એ,એસઆઇ રમેશભાઇ બોદર પો.કોન્સ અરવીંદસિહ જાડેજા.પો.કોન્સ રવિરાજસિંહ જાડેજા.પો.કોન્સ રવિરાજસિહ વાળા પો.કોન્સ બાપાલાલ ચુડાસમા, વિગેરે સ્ટાફ રોકાયો હતો
નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સઘન પેટ્રોલીંગ હાથ ધરેલ છે

(6:47 pm IST)