Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભાવનગરમાં કોરોના બેકાબૂ:આજે 65 પોઝીટીવ કેસો નોંધાયા : એક્ટિવ કેસની સંખ્યા 212એ પહોંચી

ભાવનગરમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 195 પોઝિટિવ કેસ નોંધાયા

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગરમાં  કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે  65 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 51 અને ગ્રામ્ય માં 14 મળી આજે 65  પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં કોરોના એ ગતિ પકડી છે .આજે ભાવનગર શહેરમાં 51 અને ગ્રામ્ય માં 214કેસ મળી કુલ 65  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 25 પુરુષ અને 26 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં  મહિલાનો અને 13 પુરુષનો  કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે ભાવનગર  ગ્રામ્ય માંથી 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે.  હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 212 થવા પામી છે. કોરોનાના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગરમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 195 પોઝિટિવ કેસ નોંધાયા છે

(8:30 pm IST)