Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજીમાં નિકાહની લાલચ આપી આઠ વર્ષ સુધી મહિલાનું શોષણ કરી તરછોડી: મહિલાએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

કોર્ટના હુકમથી ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કર્યો:જો કે મહિલાનું શોષણ કરનાર વ્યક્તિ હજુ પોલીસ પકડથી દૂર

ધોરાજીમાં નિકાહની લાલચ આપી આઠ વર્ષ સુધી એક મહિલાનું શોષણ કાર્ય બાદ મહિલાને તરછોડતા મહિલાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી,કોર્ટ હુકમની મદદથી ધોરાજી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે કોર્ટના હુકમથી ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે જો કે આ બાબતે મહિલાનું શોષણ કરનાર વ્યક્તિ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું પણ સામે આવ્યું છે.

 ધોરાજીમાં  એક મુસ્લીમ શકશે એક મહિલાને નિકાહ એટલે કે લગ્ન કરવાના વાયદાઓ આપી અને છેલ્લા આઠ વર્ષથી મુસ્લીમ મહીલાનું શોષણ કર્યા બાદ તરછોડી દેતા મહિલાએ ધોરાજી કોર્ટ હુકમની મદદથી ધોરાજીની પોલિસે સમગ્ર બાબતે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર બાબતે મહિલાના જણાવ્યા મુજબ ધોરાજીની મહીલાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધોરાજીનો ઇમરાન સિદિક નવીવાલા પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને ગત મેં-૨૦૧૩ માં ધોરાજી તાલુકાના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નીકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું હતું.

આ સમગ્ર બાબત બાદ ઇમરાન અવાર-નવાર પતિના દરજ્જે આવી અને મારકૂટ કરી બળજબરીથી મહિલા સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું મહિલાએ જણાવ્યું છે ત્યારે થોડા સમય પહેલા જ ફરિયાદી મહિલાની આગલા ઘરની દીકરીને પણ શારીરિક અડપલા કરતા તેને આવું ન કરવાં ટકોર કરતા ઇમરાન ઉગ્ર બની જતો હતો ત્યારે આ ઇમરાન પત્ની તરિકેનો દરજ્જો ન આપતા અને શારીરિક અને માનસિક યાતના આપતા મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવા પણ પ્રયત્ન કર્યો હતો.

જે રીતે છેલ્લા આઠ-આઠ વર્ષથી મહિલાનું શારીરિક શોષણ થતું રહ્યું અને ઇમરાનને દીકરી સમાન નાની બાળકી પર પણ ખરાબ દ્રષ્ટિ નાખતા ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે તેમને આ સમગ્ર બાબતે પ્રથમ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ કરી હતી ત્યારે આ બાબતે ત્યાં તેમની ફરિયાદ નહી સાંભળવામાં આવતા ફરિયાદી મહિલા ની પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી નહિ કરવામાં આવતા અંતે આ મહિલાએ ધોરાજી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને બાદમાં કોર્ટ દ્વારા હુકમ કરાતા ધોરાજી પોલીસે ફરિયાદ દાખલ કરી છે જેમાં આ અંગે ધોરાજી નામદાર કોર્ટે ધોરાજી પોલીસને ગુનો દાખલ કરવા માટેનો હુકમ બજાવતા ધોરાજી પોલીસે ઇમરાન સિદિક નવીવાલા સામે આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૭૬(૨), (એન), ૩૫૪ (એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે અત્યાચાર કરનાર હજુ પોલીસ પકડથી દૂર પણ સામે આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવા ગંભીર અને સંવેદનસીલ કિસ્સામાં જે રીતે મહિલાને કોર્ટનો સહારો લેવો પડ્યો છે ત્યારે સૌ કોઈ લોકો કોર્ટ સુધી પહોંચવા શક્ષમ નથી હોતા ઉપરાંત અને આમ જ દરેકને કોર્ટનો સહારો લેવો પડશે તો દરેક ફરિયાદી અને ભોગ બનનારને ક્યારે ન્યાય મળશે તેને લઈને પણ સવાલો થતા માલુમ પડે છે જો કે હાલ તો આ સમગ્ર બાબતે સત્ય હકીકત પુરતી તપાસ બાદ જ સામે આવશે તે જણાઈ આવે છે.

(11:30 pm IST)