Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

ભુજ : તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.1 દ્વારા માર્ચ મહિનાની તા.૬/૩/૨૦૨૩ થી તા.૯/૩/૨૦૨૩ અને તા.૧૧/૩/૨૦૨૩ સુધી 20 MAHAR તાબા હેઠળની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

(11:59 pm IST)