Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સાવરકુંડલામાં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો : વીજળીના ચમકારા બાદ વરસાદ ખાબકતા વેપારીઓમાં દોડધામ

સાવરકુંડલા ખાતે સોમવારે સાંજે 5:00 વાગે આકાશ માં એકાએક વાદળો ધસી આવ્યા હતા અને ઘોર અંધારું છવાઈ ગયું હતું. વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વીજળી પડતી હોય તેનો લાઈવ ફોટો સાવરકુંડલાના યુવા વેપારી સાગર  ઓંધિયા એ ઝડપી લીધો હતો. એકાએક વરસાદ તુટી પડતા વેપારીઓ માં દોડધામ મચી ગઈ હતી

(12:10 am IST)