Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

આટકોટ કૈલાસનગર છાત્રાલય પાસે બમ્‍પ બનાવાતા વાહન ચાલકો પરેશાન

(કરશન બામટા દ્વારા)આટકોટ,તા.૭ : રાજકોટ ભાવનગર હાઇવે આટકોટ કૈલાસનગર પીડબ્‍લ્‍યુ બંગલા પાસે હાઈવે પર એક સાથે ત્રણ બમ્‍પ બનાવતા વાહન ચાલકો પરેશાન થયા કોનાં કહેવાથી આ ત્રણ બમ્‍પ બનાવેલ ખાસ કરીને મોટરસાયકલ ફોર વ્‍હીલર ચાલકો વાહન ચલાવવું મુશ્‍કેલ પડે છે એક સાથે ત્રણ બમ્‍પ કારણે ધણાં ટુવીલ ચાલકો પડી જાય છે તેની જવાબદારી કોની રહેશે  હમણાં નવો રોડ બનાવવામાં આવ્‍યો ત્‍યારે આ એક સાથે ત્રણ બમ્‍પ બનાવી નાખવામાં આવ્‍યા કોઈના ઈશારાથી આ બમ્‍પ બનાવેલા છે. હાઈવે પર દરેક જગ્‍યાએ એક જ બમ્‍પ હોય્‌ છે. ત્‍યારે અહીં ત્રણ બમ્‍પ એક સાથે છે છતાંય તંત્ર દ્વારા કેમ ધ્‍યાન નથી. આ બમ્‍પ એક રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે

(12:19 pm IST)