Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સુરેન્‍દ્રનગરમાં રાષ્‍ટ્રીય શૈક્ષીક મહાસંઘ માતળવંદના કાર્યક્રમ

 વઢવાણ : રાષ્‍ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્‍દ્રનગર દ્વારા શૈક્ષીક મહાસંઘ કાર્યાલય- શિશુમંદીર માતળવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં માનનીય  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્‍પાબેન પટેલ અને આરોગ્‍ય સમિતિ સુરેન્‍દ્રનગર નગરપાલિકાના ચેરમેન  સ્‍મિતાબેન રાવલ ઉપસ્‍થિત રહ્યાં. માતળશક્‍તિ વંદનાના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સિધ્‍ધિ મેળવેલ ૩૪ જેટલી શિક્ષિકા બહેનોનું સન્‍માન કરવામાં આવ્‍યું. જેમા મોટી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્‍પાબેન પટેલે જણાવ્‍યું કે જિલ્લામાં મહિલા ઓમાં રહેલી સ્‍ક્રીલ બાળકો માટે નવાચાર બને તે માટેના કાર્યક્રમ યોજવાનો માતળ શક્‍તિનો વર્તમાન સમયમાં શિક્ષણમાં ઉપયોગ તેમજ આવા માતળ વંદના કાર્યક્રમોથી શિક્ષણમાં દીકરીઓને વધુ શિક્ષિત બનાવવા ભાર આપ્‍યો હતો જ્‍યારે મુખ્‍ય વક્‍તા સ્‍મિતાબેન રાવલે જણાવ્‍યું કે સાંપ્રત સમયમાં બહેનોએ ટેકનોલોજીનાં દુરુપયોગ થી દુર રહેવું જોઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્‍પનાબેન વાઢેર, મનીષાબેન પટેલ, નેહાબેન વડીયા, ઉષાબેન વ્‍યાસ, ઉર્મિલાબેન પટેલ, ગ્રીષ્‍માબા રાણા તેમજ તમામ મહિલા તાલુકા જવાબદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નેહાબેન રાવલે કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:53 am IST)