Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી પાસે અજાણ્યા આધેડની બે શ્રમીકોએ હત્યા કરી લાશ બીજે ફેંકી દિધી

મને કેમ મજુરી કામે કેમ રાખતા નથી ? તેમ કહી ઝઘડો કરતા આધેડનું પીપળી પાસે ઇટુના ભઠ્ઠામાં અશોક કોળી અને જીતેશ સીતાપરાએ પાવડાથી ઢિમઢાળી દઇ લાશ ટ્રેકટરમાં નાંખી ખોખરા હનુમાન પાસે રસ્તામાં ફેંકી દીધી : હત્યા કરનાર બે પૈકી એક શખ્સ પોલીસના સકંજામાં : હત્યાનો ભોગ બનનાર આધેડની ઓળખ મેળવવા તપાસ

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર અજાણ્યા આધેડનો મૃતદેહ નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબી નગરી જાણે ક્રાઇમ કેપિટલ બનતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પીપળી નજીક ઈટના ભઠ્ઠામાં કામ કરવા આવેલા આધેડેઙ્ગ'મને કેમ મજુરી કામે રાખતા નથી'ઙ્ગકહેતા તેનો બે શ્રમિકો સાથે ઝઘડો થયો હતો. જયાં બન્ને શ્રમિકોએ તેની હત્યા કરી હતી. એટલું જ નહીં મૃતદેહને અન્ય સ્થળે ફેકી દઈને પુરાવાનો નાશ કર્યો હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઙ્ગમોરબીના વિધુતનગરમાં રહેતા વિજયભાઇ ઉર્ફે મુન્નો ધીરૃભાઇ સાંતલપરાએ આરોપી અશોક સુખાભાઇ કોળી અને જીતેશ સીતાપરા વિરુદ્ઘ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પીપળી ગામની સીમમાં ઈંટનો ભઠ્ઠોઙ્ગ ચલાવે છે.ઙ્ગ અશોક અને જીતેશ તેમને ત્યાં મજૂરી કરે છે. ગત તારીખ ૦૩ ના રાત્રીના ૧૦ વાગ્યે વિજયભાઇ તથા તેમના કાકા જીગ્નેશભાઇ બાબુભાઇ સાંતલપરા ઈટના ભઠ્ઠામાં આટો મારવા ગયા એ સમયે અશોક કોળી તથા અન્યઙ્ગ આશરે ૪૦ વર્ષનો એક વ્યકિત ત્યાં હાજર હતો. જેથી અશોકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે,ઙ્ગઆ મજુર છે. હું લઇ આવેલ છુ. તેને રાખવો છે. જેથી વિજયભાઈએઙ્ગ કહેલ કે, 'ના,ઙ્ગમારે આવા કોઇ અજાણ્યા માણસને મજુરીએ રાખવો નથી. આ અજાણ્યા માણસને અત્યારે જ કાઢી મુક'ઙ્ગતેમ કહેતા એ વયકરી ત્યાંથી જતો રહ્યો હતો.ઙ્ગ

ઙ્ગબીજે દિવસે તારીખ૦૪ ના રોજ વિજયભાઇ ઘરે હતા ત્યારે અન્ય શ્રમિક જીતેશનો ફોન આવ્યો હતો અને તેણેઙ્ગ'અમારે માતાજીનુ કામ છે. અને હોળીનો તહેવા૨ છે. જેથી અમો અમારા ઘરે જઇએ છીએ હોળી પછી આવશું'ઙ્ગજેથી વિજયભાઈએ કહ્યું હતું કે, 'કાંઇ વાંધો નહી'ઙ્ગતેમ વાત થયેલ બાદ વિજયભાઈ ઇંટના ભઠે જવા નિકળેલ અને રસ્તામાં કોસમો સીરામીક કારખાનાની બાજુમાં રહેતા કરશન કોળીને સાથે લઇ ઇંટના ભઠે ગયા હતા. બપોરના આશરે સાડા બારેક વાગે વિજયભાઈને જીતેશનો ફોન આવેલ કે, 'તમને ભઠાની કાંઇ જાણ છે.ગઇ રાત્રીના બારેક વાગેઙ્ગ'અશોકએ એક મજુર જેવા અજાણ્યા માણસને મારી નાખેલ છે. પછી હું તથા અશોક એમ બંને અજાણ્યા માણસની લાશને ટ્રેકટરની ટ્રોલીમાં રાખી ટ્રેકટર લઇ ખોખર હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવેલ છીએ'ઙ્ગતેમ વાત કરતા વિજયભાઈ હેવતાઈ ગયા હતા.

ઙ્ગઆ બનાવ અંગે અશોકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે,ઙ્ગઆપણા ભઠા એ જે અજાણ્યો માણસ આવેલ હતો તે રાત્રીના બારેક વાગે આવી. મને કહેલ કે મને કેમ મજુરી કામે રાખતા નથી. તેમ કહી મારી સાથે ઝગડો કરવા લાગતા મે જીતેશભાઇ ને જગાડેલ અને આ અજાણ્યો માણસ અમો બંને સાથે મારા મારી કરતા મે તથા જીતેશભાઇએ પાવડાના હાથાથી આ અજાણ્યા માણસના શરીરે આડેધડ માર મારતા પડી ગયેલ અને થોડી વાર પછી બે ભાન થઇ ગયેલ બાદ વ્હેલી સવારમાં પાંચેક વાગે હું તથા જીતેશભાઇ આ આજાણ્યા માણસને ટ્રેકટરમાં રાખી ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવેલ હોવાની વાત કરેલ હતી.ઙ્ગજેથી વિજયભાઈએ જીતેશને ફોન કરી કહેલ કે, 'આવું બનેલ હોય તો તમારે રાતે જ મને ફોન કરાઇ ને'ઙ્ગતો તેણે કહેલ કેઙ્ગ'મારી ઓરડી પાસે બનેલ હોય અને મને બીક લાગતા મે તમને ફોન કરેલ નહી આ મારી ભુલ છે.'ઙ્ગજે બાદ વિજયભાઈ લાશને શોધવા માટે પીપળી થી ખોખરા હનુમાન પાસે પણ ગયા હતા. બાદમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પી એમ માટે ખસેડી હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.  દરમિયાન તાલુકાના પી.આઇ. ખુમાનસિંહ વાળા તથા સ્ટાફે અજાણ્યા આધેડની હત્યા કરનાર બે પૈકી એક શખ્સને સકંજામાં લઇ લીધો છે અને બીજાની શોધખોળ હાથ ધરી છે. તેમજ હત્યાનો ભોગ બનનાર અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)