Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી : મુસાફરોની નોંધણી નહી કરનાર ત્રણ હોટલ સંચાલકો સામે કાર્યવાહી

મોરબી,તા.૭ : મોરબી જિલ્લામાં હોટલ સંચાલકો માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૩૩(૧) હેઠળ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે -ાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકો એ નોંધી અપલોડ કરવાની રહેશે. ત્યારે આ જાહેરનામાનો અમલ ન કરનાર ૩ હોટલ સંચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના સંચાલક ચેતન કાળુભાઇ મકવાણા અને રવાપર રોડ ઉપર ક્રિમ પેલેસ હોટલના સંચાલક રાકેશ તુલસીભાઈ ભોજવાણી અને ટીંબડી પાટીયા પાસે અશ્વમેઘ હોટલના દેવરાજસંગ બનેસંગ ભાટીયા વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ ન કરી જાહેરનામનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ના ૫ જેટલા મોબાઇલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉકિતને પણ સાર્થક કરી હતી

(12:46 pm IST)