Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ધોરાજી નાભિરાજ સોસાયટી રેલ્‍વે ટ્રેક પાસે અજાણ્‍યો યુવાન રેલવેમાં કપાઈ જતા લાશ મળી

ત્રણ કલાક રેલવે ટ્રેક ઉપર લાશ પડી રહી રેલ્‍વે પોલીસ ત્રણ કલાક મોડી આવી : પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાનો રેલ્‍વે તંત્રની સામે રોષ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૭ : ધોરાજી રેલવે સ્‍ટેશનથી એક કિલોમીટર દૂર કોઈ અજાણ્‍યો યુવાનનો રેલવે અકસ્‍માતમાં કપાઈ જતા મોત  નિપજયું છે. પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા રેલવે પોલીસને જાણ કર્યા બાદ ત્રણ કલાકે પોલીસ પહોંચી હોવાનો પૂર્વ ધારાસભ્‍ય રેલવે તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો.

ગઈકાલે સાંજે સોમનાથ થી પોરબંદર આવતી ટ્રેન ધોરાજી નજીક ના નાભી રાજ સોસાયટી પાસે પહોંચતા એક જાણીયા યુવાનને ટ્રેનની ઝડપે દેતા ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. આ સમયે અજાણ્‍યા યુવાનનો હાથ કપાઈને ભંગોળાઈ જતા કૂતરાઓ પણ વોચ ગોઠવીને બેસી ગયા હતા આ સમયે તાત્‍કાલિક આ વિસ્‍તારના લોકોએ પૂર્વધારણા સભ્‍ય લલિત વસોયા ને જાણ કરતા તેઓએ તાત્‍કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી પરંતુ લાશનો કબજો લેવા માટે સ્‍થળ ઉપર પહોંચવા માટે રેલવે પોલીસને ટાઈમ ન હતો. ત્રણ કલાક સુધી લાશ જાહેરમાં રેલવે ટ્રેક ઉપર પડી રહી બાદ આ વિસ્‍તારના લોકોએ હોસ્‍પિટલ ખાતે પહોંચાડી હતી. પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા એ રોષ પ્રગટ કરતા જણાવેલ કે ધોરાજી રેલવે સ્‍ટેશનની બિલકુલ બાજુમાં નાભી રાજ સોસાયટી રેલવે ટ્રેક ઉપર કોઈ અજાણ્‍યો યુવાન ટ્રેનની ઝડપે આવી જતા મોતને બજેલું હતું પરંતુ પોલીસને જાણ કરી આપ પછી પણ સાડા ત્રણ કલાક સુધી લાશ રેલવે ટ્રેક ઉપર પડી રહી તે ખૂબ જ દુઃખદ ઘટના છે જેતલસર જંક્‍શન માત્ર ૧૦ મિનિટમાં આવી શકે છે અને ધોરાજી રેલવે પોલીસ પણ ૧૦ મિનિટમાં આવી શકે છે છતાં પણ પોલીસ સાડા ત્રણ કલાક બાદ આવી તે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય ત્‍યાં સુધી લતાવાસીઓ લાશ ની આજુબાજુ બેસવું પડ્‍યું કારણ કે કૂતરાઓ પણ સામે ઊભા હતા જે માનવ ગીરીમાં જળવાઈ તેમ ન હતી. આ બાબતે રેલવે તંત્રએ રેલવે પોલીસે ગંભીરતા લેવી જરૂરી છે.

(2:00 pm IST)