Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સાંસદ વિનોદ ચાવડાના જન્‍મદિવસની મોરબીમાં પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : કચ્‍છ સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જન્‍મદિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી સિવિલ હોસ્‍પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ ડોકટરો-સ્‍ટાફનું આગેવાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયત સદસ્‍ય અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ(અ.જા.મોરચો) અરજણભાઈ મકવાણા,  કાઉન્‍સિલર ગૌતમભાઈ સોલંકી, મનુભાઈ સારેસા, ભાનુબેન નગવાડિયા, આગેવાન જેઠાભાઈ પારઘી, બાબુભાઈ પરમાર, મુળજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, રાજેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, રણછોડભાઈ મકવાણા, જયંતીભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા, સુનિલભાઈ સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:50 pm IST)