Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સાવરકુંડલા પોલીસ દ્વારા સિલાઈ મશીન વિતરણ

 સાવરકુંડલાઃ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા બુટલેગર પુનર્વસન યોજના હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનખાતે કપડા સીવવાના સિલાઈ મશીનનો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. અહીં સીટી પીઆઇ એસ.એમ.સોની દ્વારા મહિલા બુટલેગરો સ્‍વમાનભેર આજીવિકા રળી શકે તેવા ઉમદા હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પાંચ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું આ તકે મહિલા કોન્‍સ્‍ટેબલ કિરણબેન બોરીચા, પોલીસ કોન્‍સ્‍ટેબલ મહેશભાઈ ભટ્ટ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સામાન્‍ય રીતે ગુનાખોરી ડામવા માટે પોલીસ કડકાઈથી કામ લેતી હોય છે ત્‍યારે મહિલા બુટલેગરોના પુનર્વસન માટે પોલીસ નાં આવા માનવતા ભર્યા અભિગમથી લાભાર્થી મહિલાઓ પણ ભાવુક થઈ ગયા હતા.(તસવીર-અહેવાલઃ દીપક પાંધીઃ સાવરકુંડલા)

(1:28 pm IST)