Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

કેશોદમાં વિવિધ વિસ્‍તારોમાં હોળીનો તહેવાર ઉત્‍સાહભેર ઉજવાયો

કેશોદ : હોળિકા દહન કેશોદમાં જુદા જુદા વિસ્‍તારમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરાઇ જેમાં શરદ ચોક, ચુના ભઠ્ઠી રોડ, એરપોર્ટ રોડ, કૃષ્‍ણનગર સોસાયટી સહિત વિસ્‍તારમાં હોળી પ્રગટાવીને હોળી પર્વ ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા વિસ્‍તારોમાં જુદાં જુદાં વિસ્‍તારોમાં વિવિધ મંડળો દ્વારા હોળીકા દહનનું આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવેલ જેમાં ભાવિકો ભક્‍તો બહોળી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતાં.  કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી. સી. ઠક્કર અને કેશોદ પોલીસ સ્‍ટેશન નાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળીની રાહબરી હેઠળ રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલીંગ કરી કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ કમલેશ જોષી)

(2:22 pm IST)