Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

માખીયાળા ગામમાં સંપ પાણીની પાઇપ લાઇનના કામનું ખાતમુર્હત

૧૪ ગામોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળી રહેશે

જુનાગઢ તા. ૭ : તાલુકાના માખીયાળા ગામે ધારાસભ્‍ય સંજયભાઇ કોરાડીયાએ સંપ તેમજ પાણીની પાઇપ લાઇનનું મુર્હુત કર્યુ હતું આ યોજનાથી ૧૪ ગામોને માથા દીઠ ૭૦ ના બદલે હવે રોજનું ૧૦૦ લીટર પાણી મળશે. આંબલીયા-પત્રાપસર-ખલીલપુર-રૂપાવટી-વાણંદીયા-ગોલાધર-વાળા સીમડી-વધાવી-ઝાલણસર-માળીયાળા-મજવેડી-ગલીયાવાડ-વીરપુર અને તલીયાઘર વગેરે ગામોની યોજનામાં સમાવેશ કરાવ્‍યો છે. માખીયાળા ગામે જુનાગઢ વંથલી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ૧૧.પ૦ લાખ લીટરની ક્ષમતાનો સંપ તેમજ ૬ લીટરની ર૦ મી.ઉંચાઇ સાથેની ટાંકી બનાવવામાં આવશે. ગલીયાવાડા ગામમાં ૭ લાખ લીટરની ક્ષમતાનો સંપ ૩.પ૦ લાખ લીટરની ર૦મી ઉંચાઇ સાથેની ટાંકી બનાવવામાં આવશે. આ કામગીરી ર વર્ષમાં પુર્ણ કરવામાં આવશે આ યોજનામાં સમાવેશ કરાયેલ તમામ ગામોને પુરતા પ્રેસરથી પાણી આપવામાં આવશે આ પ્રસંગે યોગી ભાઇ પઢીયાર મજેવડી જીલ્લા પંચાયતના સદસ્‍ય કાંતીભાઇ ગજેરા,  સરપંચ શારદાબેન ગજેરા, ઉપસરપંચ નિતેશભાઇ ગજેરા અને આજુબાજુ વિસ્‍તારના ગામોના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્‍યઓ હાજર રહ્યા હતા પાણી પુરવઠા બોર્ડના અધ્‍યક્ષ ડી.કે.રાઠોડ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ વી.એસ.રાઠોડ હાજર રહ્યા હતા.

(1:35 pm IST)