Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જુનાગઢમાં યંત્રોના ચિત્રો ઉપર ચાલતા જુગારનો પર્દાફાશઃ ર૦ શખ્‍સો ઝડપાયા

રોકડ તેમજ ૧૮ મોબાઇલ સહિત રૂા.૧.૯૪ લાખનો મુદામાલ કબ્‍જે

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.૭ : જુનાગઢના કાળવા ચોકમાં યંત્રોના ચિત્રો ઉપર ચાલતા જુગારનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કરી ૨૦ શખ્‍સોને  ઝડપી લઇ રૂા.૧.૯૪ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

શહેરના કાળવા ચોકમાં આવેલ મધુવંતી હોટલવાળા બિલ્‍ડીંગના ગ્રાઉન્‍ડ ફલોરમાં મોહસીન અયુબખાન પઠાણ્‍ે સુહાન એજન્‍સીવાળી દુકાનમાં ભાવેશ અશોક ત્રિવેદી અને રાજુ મુકુંદ ઠકરાર  મારફતે એલઇડી ટીવી અને મોનીટર ઉપર ધાર્મિક ચીજવસ્‍તુઓ વેચવાના અને ભેટ આપવાનાં ઓઠા હેઠળ યંત્રોના ચિત્રો ઉપર જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એસપી રવિ તેજા વાસમ શેટીની સુચનાથી જુનાગઢ ક્રાઇમ બ્રાંચના કાફલાએ દરોડો પાડયો હતો.

ક્રાઇમબ્રાંચના ઇન્‍ચાર્જ પી.આઇ. જે.જે.પટેલ, પી.એસ.આઇ. જે.જે.ગઢવી તથા ડી.કે.ઝાલા સહિતના સ્‍ટાફે દરોડો પાડતાં યંત્રોના ચિત્રો  ઉપર ૧૧ રૂપિયાથી લઇને દર પાંચ મિનીટે ડ્રો કરી વિજેતાઓને ચાંદીના ;કિકા આપવાના બદલે રોકડા રૂપિયા આપી જુગાર રમાડવામાં આવતો હોવાનું માલુમ પડયુ હતુ.

ક્રાઇમબ્રાંચે ભાવેશ ત્રિવેદી રાજુ ઠકરાર તેમજ વિપુલ ભીખા રામ સરપદડીયા, મેહુલ ભીખા પ્રજાપતિ, વિપુલ ભીખુ મહેતા, બિપીન ધીરૂ પરમાર, મેરૂ પરબત કુછડીયા, અબ્‍દુલ કરીમ, બસીર શેખ, રાકેશ હરેશ રૂપારેલીયા, રમેશ ભનુ કોરડીયા, આકાશ સમીર પાથર, રાધેશ્‍યામ નાથુ, અશોક મનસુખ મકવાણા, નાગેશ ખીમા ભરવાડ, શૈલેષ વેલજી છપરા, બખસ રહીમ બેલીમ, પરેશ રમેશ દામોદરા, રસિક વિઠલ આહીર, રોહિત પ્રવિણ મકવાણા, ચંદુ ચીમન ચુડાસમા સહિત ર૦ શખ્‍સોને જુગાર રમતા પકડી પાડયા હતા.

જો કે મોહસીન અયુબખાન હાજર મળી આવેલ નહિ. ક્રાઇમબ્રાંચે જુગારીઓ પાસેથી રૂા.પ૧રપ૦ની રોકડ તેમજ ૧૮ મોબાઇલ સહિત રૂા.૧,૯૪,૭પ૦નો મુદામાલ કબ્‍જે કરી તમામ  સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જુગાર રમતા પાંચ ઝડપાયા

નીચલા દાતાર અબ્‍દુલભાઇના વાડીયુ મુર્ઘા કેન્‍દ્ર પાસે ઝાડ નીચે રેડ કરતા જુગાર રમતા રૂા.૧૧૦પ૦ તથા (૧) ખાલીમ મહમદભાઇ મસ્‍કતી ઉ.વ.૪૦ ધંધો વેપારી સીવીલ હોસ્‍પીટલ પાસે હેઠાણ ફળીયા (ર) રસુલખા કરીમખા પઠાણ ઉ.વ.પપ ધંધો વેપાર રહે. દોલતપરા ૬૬ કે.વી. મહેતાનગર, જયેશભાઇ નરશીભાઇ સરવૈયા ખાંટ ઉ.વ.૪૦ ધંધો મંજુરી રહે.  ગીરનાર ચામુંડા મંદિર પાસે (૪) હાજુબેન અબ્‍દુલભાઇ સાંધ ગામેતી ઉ.વ.૪પ ધંધો ઘરકામ રહે. નીચલા દાતાર ગેસ ગોડાઉન પાછળ (પ) કાજલબેન રવીભાઇ સરવૈયા દે. પુ. ઉ.વ.ર૭ ધંધો ઘરકામ રહે. નીચલા દાતાર ગેસ ગોડાઉન પાછળ હાજુબેન સાંધના મકાનમાં ઝડપાઇ ગયા હતા.

એ ડીવી પો. સ્‍ટે.ના પો.ઇન્‍સ. એમ.એમ. વાઢેરની સુચના મુજબ એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો. કોન્‍સ. કલ્‍પેશભાઇ ગેલાભાઇ તથા પો. કોન્‍સ. વિક્રમભાઇ મનસુખભાઇ  તથા પો. કોન્‍સ. ખીમાણંદભાઇ કાનાભાઇ તથા રામભાઇ રૂડાભાઇ તથા નરેન્‍દ્ર નારણભાઇ તથા ધર્મેશભાઇ સુરસિંહભાઇ તથા મહિલા પો. કોન્‍સ. શાંતીબેન કાળુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:39 pm IST)