Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

'મારૂ ગામ કોરોના મુકત ગામ'ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી પરિણામલક્ષી બનાવવા આહવાન કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સાથે મારૂ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત યોજતા રાજ્યકક્ષાના મંત્રી

દેવભૂમિ દ્વારકા તા.૭:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૃં ગામ કોરોના મુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે.        કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજયભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે કલેકટર કચેરી, સભાખંડમાં અન્ન, નાગરીક અને પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજાઇ હતી.

     દરેક ગ્રામ પંચાયત દીઠ લોક સહયોગથી એક કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે તેમ જણાવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ ગામના સભ્યોની કમિટી બનાવી ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.

આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ કોરોના સંક્રમણ રોકવા અને લોકોની આરોગ્યની સેવાઓ અંગે કરેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતુ કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૧૫ ઓકિસજન બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખંભાળીયા ખાતે આવેલ સિવીલ હોસ્પિટલમાં કુલ ૨૫ વેન્ટીલેટર કાર્યરત છે અને ટુંક સમયમાં પીએમ ફંડમાંથી ફાળવવામાં આવતા સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવશે અને આર.ટી.પી.સી.આર. લેબ પણ ટુંક સમયમાં સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. ખંભાલીયા તાલુકાના ૭૧ સ્થળો, કલ્યાણપુર તાલુકાના-૭ર સ્થળો, ભાણવડ તાલુકાના-પ૪ સ્થળો, ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં પ૮ સ્થળોએ આમ સંપૂર્ણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ -રપપ સ્થળોએ કોમ્યુનીટી કોવિડ કેર કેન્દ્રો કાર્યરત થયેલ છે દરેક સેન્ટરને દર્દીને દ્યર જેવો અહેસાસ થાય તેવું વાતાવરણ  ઉભું થાય જેમાં જમવાની,, પાણીની અને બીજી વ્યવસ્થાઓ લોક ભાગીદારીથી મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.

આ મિટીંગમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક કલેકટર કે.એમ.જાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા તેમજ પદાધિકારઓમાં મયુરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણઝારીયા, પી.એસ.જાડેજા, એભાભાઇ કરમુર વગેરે ઉપસ્થિત રહયા હતા.

(10:02 am IST)