Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સવારે માળીયામાં એક કલાકમાં દોઢ ઇંચ, જૂનાગઢ, ગિરનાર-દાતાર ખાતે વરસાદ

સમગ્ર જિલ્લા ઉપર હેત વરસાવતા મેઘરાજા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : સવારે માળીયામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા લોકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.

જૂનાગઢ જિલ્લામાં સવારના છ વાગ્‍યાથી મેઘો મંડાયો છે. વહેલી સવારના માણાવદરને ધમરોળ્‍યા બાદ મેઘાએ માળીયા હાટીના તરફ સુંઢ ફેરવતા પાણી પાણી થઇ ગયું છે.

માળીયા તાલુકામાં સવારના ૮ થી ૧૦ના બે કલાકમાં ૩૦ મીમી વરસાદ થયો હોવાનું નોંધાયુ છે. જૂનાગઢ શહેર ઉપરાંત ગિરનાર તેમજ દાતાર પર્વત અને જંગલમાં સવારથી સતત વરસાદ રહ્યો છે.

જૂનાગઢમાં સવારના ૮ થી ૧૦ દરમ્‍યાન ૨૭ મીમી વરસાદ નોંધાયો છે. જેના પરિણામે દાતાર પાસે આવેલ વિલીંઝન ડેમમાંથી આજે પણ ઓવરફલો યથાવત રહેલ છે.

જ્‍યારે હસ્‍તાપુર ડેમ અને નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની ધુમ આવક થઇ છે.

સવારના ૮ થી ૧૦ માં કેશોદમાં વધુ ૧૬ મીમી, ભેસાણ-૮, મેંદરડા ૬, માંગરોળ-૬, માણાવદર-૩ મીમી, વંથલી -૧૬ અને વિસાવદરમાં વધુ ૨૦ મીમી વરસાદ ખાબક્‍યો છે.

(12:10 pm IST)