Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબીમાં વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ સખી વન સ્ટોપના સ્ટાફે લાભાર્થીઓને ઘરે પહોંચાડ્યા

મોરબી,તા.૭:  ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજના નું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ. ૨ લાખ થી ઓછી આવક ધરાવતા દંપતી ના પ્રથમ ત્રણ સંતાનમાં જન્મેલ દીકરીને કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

હાલમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ તમજ નિવાસી અધિક કલેકટર કેતન જોશી દ્વારા ૫ મંજૂરી આદેશ એનાયત કરવામાં આવ્યા બાદ બાકીના ૪૦ લાભાર્થીઓને સખી વન સ્ટોપ સેન્ટરના હીનાબા રાણા, કોમલબેન ગોસાઇ, વકિલ રસીદાબેન પરમાર ના પરામર્શમાં રહી ને સ્ટાફ દ્વારા દ્યરે જઇ ને રૂબરૂ પહોંચતા કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા જેવીકે તબીબી સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય, સામાજીક  સમસ્યા પરામર્શ તેમજ હંગામી ધોરણે આશ્રય વગેરે સેવાઓ આ સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

(11:45 am IST)