Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ધોરાજીમાં બજાર વિસ્તારમાં જૂના મકાનનો કાટમાળ તૂટ્યો

ધોરાજી, તા.૭ :મેઇન બજાર ચકલા ચોક વિસ્તાર માં જૂના મકાનનો કાટમાળ અચાનક તૂટી પડ્યાનો બનાવ બનેલ છે.

પાનની દૂકાન ઉપર આવેલ વર્ષો જૂનુ મકાનનો ભાગ ધરાસાયી થયેલ છે આ ધરાશાયી થયેલ મકાન કાટમાળમાં મોટરસાઈકલને નુકશાની થયેલ છે સદનસીબે કોઈ જાનહાની ઈજા થયેલ નથી. પરંતુ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને અવરજવર હોય છે. મેઇન બજાર હોવાને કારણે સતત લોકોની અવરજવર હોવા છતાં પણ તંત્રએ આ બાબતે કોઈ નોંધ ન લેતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો ધોરાજીમાં ચોમાસું સિઝન માં તંત્ર વાહકો દ્વારા જૂના જર્જરીત કાટમાળ વાળા મકાનો અંગે આગમચેતી ના ભાગ રૂપે દૂર કરવાની લોક માંગ ઉઠી છે.

(11:49 am IST)