Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબીના માધાપર નજીક રોડ વચ્ચે મોટાખાડામાં બાઇક ચાલક ખાબકયો

મોરબી,તા.૭: મોરબી શહેરમાં અનેક સ્થળે રોડ વચ્ચે મસમોટા ખાડાઓ અને ગાબડાઓ જોવા મળે છે અને અકસ્માતો સર્જાતા રહે છે જેમાં માધાપર નજીક વાવડી રોડ તરફ જતા રસ્તે મસમોટો ખાડો જોવા મળે છે જેમાં પાણી પણ ભરેલું છે જયાં અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે

મોરબીના માધાપરના નાકે, વાવડી રોડ જવાના રસ્તે રોડ વચ્ચે અંદાજે ૧૦ ફૂટ ઊંડો ખાડો જોવા મળે છે જેમાં વરસાદના પાણી પણ ભરાયા છે રોડ વચ્ચે આવેલ ખાડામાં અવારનવાર વાહનચાલકો ખાબકતા હોય છે જેમાં બુધવારે રાત્રીના એક વાહનચાલક રાત્રીના અંધકારમાં ખાડામાં ખાબકયો હતો જોકે સદનસીબે કોઈ ઈજા પહોંચી ના હતી જોકે રોડ વચ્ચે ખાડાથી રાહદારીઓ અને વાહનચાલકોને સતત ભય સતાવે છે થોડા દિવસો પૂર્વે જ મોરબીના અરુણોદયનગરમાં ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ખાબકતા એક આધેડનું મોત થયું હતું છતાં નીમ્ભર તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી અને અન્ય વિસ્તારમાં પણ ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે.(

(11:50 am IST)