Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાત્રીના મેઘરાજાની સટાસટીઃ ગિરનાર પર્વત ઉપર-૮, જુનાગઢ-૬, જેતપુર-કલ્યાણપુર-ભાણવડ-રાજુલા-૪ાા, ખંભાળીયા-૪ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદથી હરખની હેલી

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાત્રીના  સટાસટી બોલાવતા ૧ થી ૮ ઇંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો કે સવારથી મિશ્ર હવામાન યથાવત છે.

કાલે ગિરનાર પર્વત ઉપર ૮ ઇંચ, જુનાગઢમાં ૬ ઇંચ, જેતપુર-કલ્યાણપુર-ભાણવડ-રાજુલામાં સાડા ચાર ઇંચ, ખંભાળીયામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

જૂનાગઢ : આખરે જુનાગઢ પર મેઘાએ મહેરબાન થઇને વહાલ વરસાવતા નગરજનો ખુશ ખુશ થઇ ગયા છે. છેલ્લા કલાક દરમ્યાન જૂનાગઢમાં છ ઇંચ અને ગીરનારમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ધરતી તરબતર થઇ ગઇ છે.

બપોર બાદનાં વરસાદથી જુનાગઢની જીવાદોરી સમાન નરસિંહ સરોવર, વીલીગ્ડન અને આણંદપુર ડેમ ફરી છલકાય ગયા છે.

જુનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતારનાં પર્વત-જંગલ વિસ્તારમાં બપોર પછીથી મેઘાએ મંડાણ કર્યા હતાં. આજથી અવિરત મેઘ સવારી ચાલુ રહી હતી અને આખી રાત મેઘાએ કૃપા વરસાવી હતી.

જુનાગઢમાં સવાર સુધીમાં ૧૪૧ મી. મી. (૬ ઇંચ) અને ગીરનાર પર આઠ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદને લઇ ગિરનાર  તેમજ દાતાર પર્વત પરથી પાણીના ઝરણા અને ધોધ શરૂ થઇ ગયા હોય કુદરતી વાતાવરણ વધુ નૈર્સગિક બન્યું છે.

જુનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર તેમજ શહેરને પીવાનું પુરૂ પાડતો વિલીગ્ડન ડેમ અને આણંદપુર ડેમમાં આજે પણ ઓવરફલો ચાલુ રહ્યો છે.

સોનરથી અને કાળવાનાં વોંકળામાં પુરૂ આવેલ છે. જુનાગઢમાં સવારે આઠ વાગ્યાથી મેઘાએ વિરામ લીધો છે.

વિંછીયા

વિંછીયા : અહીં વિંછીયામાં ગઇકાલ સાંજના સવા સાત વાગે શરૂ થયેલ વરસાદથી માત્ર પોણા બે કલાકમાં ચાર ઇંચ મુશળધાર વરસાદ ખાબકી જતા વિંછીયામાં પાણી-પાણી થઇ ગયું હતું.

વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર  વરસાદ ખાબકતા વિંછીયા સત્યજીત સોસાયટીમાં  કેડ-સમાણા પાણી ભરાઇ જતા  લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જો કે તંત્ર દ્વારા રાત્રે જ દીવાલ તોડી પાણી કઢાતા લોકોમાં હાશકારો થયો હતો.

બીજી બાજુ વિંછીયાના મોચી બજારમાં શોપીંગ સેન્ટરમાં પાણી ભરાઇ જતા મુશ્કેલી સર્જાય હતી. આજુ બાજુના ગામોમાં પણ આ વરસાદ હોય વિંછીયા ગોમા નદીમાં મૌસમનું પ્રથમ પુર આવ્યુ હતું...!! જો કે ઉપરવાસ જોરદાર  વરસાદના અભાવે વિંછીયાનું રેવાણિયા તળાવ હજુ ખાલી ખમ્મ છે....!!

ટૂંકમાં વિંછીયામાં જરૂરતના સમયે જ મંગલ મેઘકૃપા થઇ જતા લોકોમાં ધોધમાર ખુશી જોવા મળી છે.

મોરબી-ટંકારા

મોરબી જીલ્લમાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં ૫૫ એમએમ, વાંકાનેર ૯ એમએમ, હળવદમાં ૫૪ એમએમ, ટંકારા ૬૧ એમએમ અને માળીયામાં ૬ એમએમ વરસાદ નોંધાયો હતો અને ગરમીના ઉકળાટ બાદ ધોધમાર વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી જેથી મોજીલા મોરબીવાસીઓ ગેલમાં આવી ગયા હતા તો શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે શનાળા રોડ, લાતીપ્લોટ, સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સુન કામગીરીનો ફિયાસ્કો થયો હતો જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો મોરબીના વાવડી પર પરના ક્રિષ્ના પાર્ક ૧ માં રહેતા કાસમભાઈના મકાન પર વીજળી પડી હતી જેથી છતમાં તિરાડ પડી ગઈ હતી અને દ્યરના વીજ ઉપકરણો બળીને ખાખ થતા નુકશાન થયું હતું

મોટી પાનેલી

મોટી પાનેલી : ઉપલેટાના મોટી પાનેલીમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતા આજે દિવસ દરમિયાન સતત ધીમીધારે વરસતા પોણો ઇંચ જેવો વરસ્યો હતો પરંતુ રાત્રીના ધમાકેદાર એન્ટ્રી કરતા શાંતિ પૂર્વક પોણાબે ઇંચ જેટલો વરસતા કુલ આજનો અઢી ઇંચ વરસાદ પડ્યો મેઘરાજા એ સમયસર રી-એન્ટ્રી કરતા મોલ ને ભારે ફાયદો થતા મોલ ઉપર કાચું સોનુ વરસ્યું હોય તેવો અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ઉપલેટા

૩ર મી. મી.

કોટડાસાંગાણી

૬ર  મી. મી.

ગોંડલ

૩૬  મી. મી.

જેતપુર

૧૧૧  મી. મી.

જસદણ

રર  મી. મી.

જામકંડોરણા

૪ર  મી. મી.

ધોરાજી

૪૭  મી. મી.

પડધરી

૯  મી. મી.

રાજકોટ

પ૧  મી. મી.

લોધીકા

૧૯  મી. મી.

વિંછીયા

૮૦  મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

૬૯  મી. મી.

કલ્યાણપુર

૧૧૧  મી. મી.

ખંભાળીયા

૯૧ મી. મી.

ભાણવડ

૧૧૦  મી. મી.

અમરેલી

 

બગસરા

૪  મી. મી.

અમરેલી

૧૦  મી. મી.

ખાંભા

૪  મી. મી.

જાફરાબાદ

૯ર  મી. મી.

ધારી

૧૧  મી. મી.

બગસરા

૧૬  મી. મી.

બાબરા

૪૪  મી. મી.

રાજૂલા

૧૦૯  મી. મી.

લાઠી

૬પ  મી. મી.

લીલીયા

ર૧  મી. મી.

સાવરકુંડલા

પપ  મી. મી.

બોટાદ

ગઢડા

૮૧  મી. મી.

બરવાળા

ર૦  મી. મી.

બોટાદ

૩૪  મી. મી.

રાણપુર

પ  મી. મી.

 

 

મોરબી

પપ  મી. મી.

વાંકાનેર

૯ મી. મી.

હળવદ

પ૪  મી. મી.

ટંકારા

૬૧  મી. મી.

માળીયા મિંયાણા

૬  મી. મી.

જામનગર

જામનગર

ર૮  મી. મી.

કાલાવડ

૧૩  મી. મી.

ધ્રોલ

૬  મી. મી.

જોડીયા

૩૦  મી. મી.

લાલપુર

૬૭  મી. મી.

જામજોધપુર

પ૧  મી. મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

૧ર  મી. મી.

ચુડા

૧૦  મી. મી.

પાટડી

ર  મી. મી.

ધ્રાંગધ્રા

૧ર  મી. મી.

થાનગઢ

૮  મી. મી.

લીંબડી

૩૪  મી. મી.

મુળી

૧૩  મી. મી.

સાયલા

૧પ  મી. મી.

વઢવાણ

૧૬  મી. મી.

ભાવનગર

ઉમરાળા

૧૪  મી. મી.

ગારીયાધાર

૧૯  મી. મી.

જેશર

૮  મી. મી.

તળાજા

૧૧  મી. મી.

ભાવનગર

૪  મી. મી.

શિહોર

૩૦  મી. મી.

ગીર સોમનાથ

ઉના

પ  મી. મી.

કોડીનાર

૧૪ મી. મી.

તાલાલા

૩  મી. મી.

વેરાવળ

ર  મી. મી.

સુત્રાપાડા

૮  મી. મી.

ગીરગઢડા

ર૬  મી. મી.

કચ્છ

અંજાર

પ૪  મી. મી.

અબડાસા

પ૦  મી. મી.

ગાંધીધામ

ર૯  મી. મી.

નખત્રાણા

૩૬  મી. મી.

ભચાઉ

૪૪  મી. મી.

ભુજ

૬  મી. મી.

મુંદ્રા

૧૦૦  મી. મી.

માંડવી

૮૧  મી. મી.

રાપર

૧પ  મી. મી.

લખપત

૩૦ મી.મી.

(11:51 am IST)