Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

બગસરા (ઘેડ)માં જુગાર રમતા ૧૯ ઝડપાયા

પોરબંદર, જામજોધપુર, કુતિયાણા પંથકના પતા પ્રેમીઓ પાસેથી પાંચ લાખની રોકડ કબ્જે

જુનાગઢ તા. ૭: જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તથા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય અંતર્ગત રિડર પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા ના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સેલના પો.સ.ઇ. પી. જે. રામાણી તથા સાયબર સેલ પો.સ.ઇ. એસ.જી. ચાવડા જુનાગઢ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. ભુપતસિંહ ડોલરભાઇને બાતમી મળેલ કે માંગરોળ તાલુકાના બગસરા (ઘેડ) ગામે પ્રતાપભાઇ ગીગાભાઇ ટીંબા રહે. બગસરા (ઘેડ) વાળો જુગાર રમાડતો હોય તેવી હકિકત મળતા રેઇડ કરતાં. (૧) પ્રતાપભાઇ ગીગાભાઇ ટીંબા મેર ઉ.વ. ૩ર રહે. બગસરા (ર) દેવાભાઇ રાજુભાઇ ખુટી મેર ઉ.વ. રપ રહે. પોરબંદર (૩) ગુલાબભાઇ બાવાભાઇ સીહોરા બ્રાહ્મણ રહે. જામજોધપુર (૪) શૈલેષભાઇ બચુભાઇ મકવાણા વણકર રહે. પોરબંદર (પ) વનરાજ ઉર્ફે વનાભાઇ રાણાભાઇ ઓડેદરા રહે. ખાપટ, પોરબંદર (૬) અરજણભાઇ સીદીભાઇ બાપોદરા રહે. કોટડા જી. પોરબંદર (૭) પંકજભાઇ દેવશીભાઇ બાલોચ રહે. અમીપુર તા. કુતીયાણા (૮) સરમણભાઇ મેરામભાઇ ઓડેદરા રહે. કોટડા તા. કુતીયાણા (૯) કમલેશ હરદાસભાઇ ખેર કોળી ઉ.વ. ર૧ રહે. પોરબંદર (૧૦) માલદેભાઇ નાગાભાઇ કડછા ઉ.વ. ૩૮ રહે.પાતા તા. જી. (૧૧) કેશુભાઇ બોઘાભાઇ ઓડેદરા રહે. માધવપુર (૧ર) જખરાભાઇ આતીયાભાઇ ખુટી રહે. ગોરસર તા. જી. પોરબંદર (૧૩) વિજયભાઇ મુળુભાઇ ઓડેદરા મેર ઉ.વ. ૩૩ રહે. પોરબશ્રંદર (૧૪) વિક્રમભાઇ મેરામણભાઇ પરમાર ઉ.વ. ૩૬ રહે. ગોરસર (૧પ) કારાભાઇ સુકાભાઇ પરમાર મેર ઉ.વ. ૪૦ રહે. ગોરસર તા. જી. પોરબંદર (૧૬) વિક્રમભાઇ નાગાભાઇ પરમાર મેર ઉ.વ. ૪ર રહે. છાયા પ્રતાપ મંડપ સર્વિસ પાસે પોરબંદર (૧૭) સરમણભાઇ કરસનભાઇ બાપોદરા ઉ.વ. ૪૯ રહે. કોટડા (૧૮) સીલ્પાબેન ડો.ઓ. ભરતભાઇ હરભમભાઇ ઓડેદરા ઉ.વ. ર૯ રહે. પોરબંદર (૧૯) ભાવેશભાઇ લીલાભાઇ ટીંબા ઉ.વ.ર૭ રહે. બગસરા ઘેડ હાલ પોરબંદરને રૂ. ૧૬,૬૪૦/- તથા મો. ફોન નંગ-૧૮ (કિ. રૂ. ૬૩૦૦૦ તથા વાહન-૩ કિં. રૂ. ૧૦,ર૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧પ,૯૯,૬૪૦/-નો મુદામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોકત તમામ વિરૂદ્ધ શીલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૪,પ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ. આ ઉપરોકત કામગીરી પો. હેડ કોન્સ. ગીરૂભા, રોહિતસિંહ, ગોવિંદસિંહ, ભરતભાઇ, મહિલા પો. કોન્સ. લાભુબેન તથા સાગરભાઇ તથા પદુભા નાઓ સાથે રહી કરેલ છે.

(11:53 am IST)