Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જસદણમાં નવનિયુકત પીઆઇ વિજયકુમાર અને પાલિકા દ્વારા બસ સ્ટેન્ડ પાસેનો ટ્રાફિક પ્રશ્ન ઉકેલાયો

જસદણ તા. ૭: નવનિયુકત પીઆઇ વિજયકુમાર જોશીએ સપાટો બોલાવતા જુના બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારમાં શાક, ફ્રુટની લારીને લીધે થતી ટ્રાફિક સમસ્યાનો તંત્રએ કામગીરી કરતા ઉકેલ આવ્યો હતો.શાકભાજી અને ફ્રુટની લારીવાળા લોકોને અન્ય જગ્યાએ જગ્યા પણ ફાળવવામાં આવી હતી.

નવનિયુકત પી.આઈ વિજય કુમાર જોશી, મામલતદાર આઈ. જી. ઝાલા, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, નગરપાલિકાના ઓફિસર પ્રતાપભાઈ સોલંકી, અતુલભાઈ વાળા સહિતનો સ્ટાફ જૂના બસ સ્ટેન્ડ, ટાવર ચોક, લાતી પ્લોટ પુલ ઉપર પહોંચ્યા હતા.ઙ્ગ આ વિસ્તારમાં શાકભાજી અને ફ્રુટની લારીઅઓ વર્ષોથી ઉભી રહેતી હતી જેને લીધે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. રાહદારી અને વાહનચાલકોને ચાલવુ પણ મુશ્કેલ બનતું હતું. તેથી જુના બસ સ્ટેન્ડ અને લાતી પ્લોટ પુલ ઉપરની તમામ શાકભાજીની લારીઓને જુના બસ સ્ટેન્ડ નજીક ભાદર નદી ની દિવાલ પાસેની ફૂટપાથ ઉપર ફેરવવામાંઙ્ગ આવી હતી.

પોલીસ અને નગરપાલિકા તંત્ર અને મામલતદારે સાથે મળીને કાયમી ધોરણે શાકભાજીની લારીઓને ભાદર નદીની દિવાલ પાસે ફૂટપાથ ઉપર જગ્યા ફાળવી હતી. આ ઉપરાંત ટાવર ચોકના વાજસુરેશ્વર મહાદેવ મંદિરથી જુના બસ સ્ટેન્ડ સુધીની વિવિધ ફ્રુટની લાતીઓને રોડ ઉપર લાઈન દોરીનેઙ્ગ ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે વ્યવસ્થા ગોઠવી હતી.પી.આઈ વિજયકુમાર જોશીએ જણાવ્યું હતું કે શાકભાજી અને ફ્રુટ વાળા ના ધંધા-રોજગારને અસર ન થાય તે રીતે તેમના માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે પરંતુ આ ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ શાકભાજી અને ફ્રુટ વાળા ની લારીઓવાળા દ્વારા યોગ્ય વર્તન કરવામાં નહીં આવે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે લારી ઉભી રાખવામાં આવશે તો કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લાતી પ્લોટ નજીકના પુલ ઉપરથી તમામ લારીઓ હટાવીને નગરપાલિકાના ફાયર બ્રિગેડ સહિતના સ્ટાફ દ્વારા પુલ ઉપરઙ્ગ પાણી અને સેનીતાઈઝરનો છંટકાવ કરી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું જસદણમાં વર્ષોથી માથાના દુઃખાવારૂપ ટ્રાફિક સમસ્યા હળવી થતાં સજ્જન નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

(11:54 am IST)