Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજુલા-૪, જાફરાબાદમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી પાણી

રાજુલા તા. ૭ : બપોર બાદ સતત ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત રહેલ હતી અને જાફરાબાદ શહેર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાની તોફાની ઇનીંગ જોવા મળેલ હતી અને રાજુલામાં ૪ ઇંચ અને જાફરાબાદમાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાણા હતા અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રોડમાં પાણી ભરાયાને કારણે બંધ થયેલ.

જેમાં નેશનલ હાઇ-વે ૮-ઇ પર દાતરડી ગામ પાસે પાણી ભરાઇ જતાં નાના વાહનો નીકળી શકેલ ન હતા. તેમજ ભેરાઇ - રાજુલા રોડ પર ખારાવાના નાળામાં ખાડા પડી ગયેલ હોય જેના કારણે રોડ બંધ થયેલ હતો. તેમજ રાજુલા તાલુકાના ધાતરવડી-૧ અને ર ડેમમાં ઉપરવારના વરસાદને કારણે ડેમ દોઢ ફુટ ઓવર ફલો થયેલ છે. આજે વરસાદને કારણે રાજુલા - જાફરાબાદમાં જળબંબાકારનીસ્થિતિ સર્જાયેલ છે.  

(11:55 am IST)