Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

હડાળાના મહેશભાઇ બગડાઇનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે અર્પિત કોલેજ નજીક પિતૃકૃપા રેસિડેન્સીમાં રહેતાં મહેશભાઇ બાબુભાઇ બગડાઇ (ઉ.વ.૫૭) સવારે છએક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને ગુંદાવાડીમાં દૂકાનમાં કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:57 am IST)