Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉપલેટા ભા.જ.પ.ના આગેવાન દ્વારા મકાન ખાલી કરવા ધમકી

ઉપલેટા તા. ૭: જવાહર રોડ ઉપર રહેતી એક મુશ્લીમ મહિલાએ પોતાના મકાનના ભાડુઆતને ભા.જ.પ.ના આગેવાન દ્વારા ધાક ધમકી અપાતી હોવાની ફરીયાદ કરેલ છે.

છેલ્લા આઠ વર્ષ થયા તસ્લીમબેન ગફારભાઇ ભાયાણી નામની મહિલા પોતાની મકાનમાં રહે છે તાજેતરમાં તેમનું મકાન મજીદ કુરેશીને ભાડે આપતા ભા.જ.પ.ના આગેવાન મેહુલ કરશન ચંદ્રવાડીયા તથા તેમના મળતીયાઓએ મકાન ખાલી કરી ચાલ્યા જવાની ધમકી આપતા મકાન માલીક તસ્લીમા ગફાર નાથાણીએ આ અંગે ઉપલેટા પોલીસમાં ફરીયાદ કરેલ છે. આ અંગે તેઓએ મુખ્યમંત્રી એસ. પી. અને ડી.વાય.એસ.પી. ને પણ ફરીયાદ કરેલ છે.

(11:58 am IST)