Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગોંડલના સુલ્તાનપુર અને વાડધરી ગામે જુગારના દરોડાઃ ૧૫ પત્તાપ્રેમી પકડાયા

સુલતાનપુરમાં રસીક ગોંડલીયા વાડીમાં જુગાર રમાડતો'તોઃ તાલુકા પોલીસના દરોડા

રાજકોટ,તા.૬: ગોંડલના સુલ્તાનપુર ગામે અને વાડધરી  ગામે તાલુકા પોલીસ રેઇડ કરી જુગાર રમતા ૧૫ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં ગોંડલના સુલતાનપુર ગામે રસીક વશરામભાઇ ગોંડલીયા તેની વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં તાલુકાના પી.એસ.આઇ ટી.એસ.રીઝવી, હેડ કોન્સ. પી.બી.વાળા, પી.કે.સૈની મહિપાલસિંહ ચુડાસમા પ્રતિપાલસિંહ રાણા તથા પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલિક રસીક ગોંડલીયા, જીજ્ઞેશ નરસિંહભાઇ ગોંડલીયા, રમેશ છગનભાલ ગોંડલીયા, લવા જીવરાજભાઇ લુણાગરીયા, નાગજી કચરાભાઇ ગોંડલીયા, સંજય ધનજીભાઇ વૈષ્ણવ, ચિરાગ ધનજીભાઇ તળાવીયા, અશોક વલ્લભભાઇ ગોંડલીયા તથા મનીષ જયંતીભાઇ વૈષ્ણવ રે. તમામ સુલતાનપુરને રોકડા રૂ. ૧,૨૦,૭ં૬૦ તથા ૮ મોબાઇલ મળી કુલ રૂ. ૨.૨૬ લાખના મુદામાલ સાથે ઝડપી  લીધા હતા.

બીજા દરોડામાં તાલુકાના પીે.એસ.આઇ ટી.એસ. રીઝવી, હેડ કોન્સ. વિપુલ ગુજરાતી, પ્રકાશભાઇ પરમાર, પ્રતાપસિંહ  રાણા તથા કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વાડધરી ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમત સુરેશ બાબુભાઇ સખીયા, જયેશ આંબાભાઇ દાફડા, હિતેશ ખીમજીભાઇ વાળા, અનીલ દામજીભાઇ વોરા, ભાવેશ ઘેલાભાઇ પીપળીયા, તથા પરાગ ચંદુભાઇ વોરા રે. તમામ વાડધરીને રોકડા રૂ. ૧૪,૭૫૦ અને મોબાઇલ મળી કુલ રૂ. ૮૪,૮૩૦ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:15 pm IST)