Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

દ્વારકામાં સોમવતી અમાસના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૭ : પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિને યોગાનુંયોગ સોમવતી અમાસ હોય યાત્રાધામ દ્વારકામાં હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. યાત્રાધામમાં અમાસના પવિત્ર દિને પવિત્ર સ્નાન કરી ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્ત્વ હોય તેમાં પણ સોમવતી અમાસ હોય સદીઓ જૂની પરંપરા અનુસાર હજારો ભાવિકોએ પાવન ગોમતી સ્નાન કરી છપ્પન સીડી ચઢી સ્વર્ગ દ્વારા વાટે જગતમંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:50 am IST)