Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જામનગર- જીલ્લામાં જુગાર રમતા ૬૪ શખ્સો ઝડપાયાઃ રોકડ સહિત મુદામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: જામનગર અને જીલ્લામાં જુગાર રમતા ૬૪ શખ્સોને ઝડપી લઇને રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ખાયડી વાડી વિસ્તાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિરણભાઈ બાબુભાઈ નંદાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના જલારામ મંદિર તફર વાકોલ માતાના મંદિર ની બાજુમાં જતા રસ્તા ખાયડી વાડી વિસ્તારમાં આ કામના આરોપીઓ  પ્રશાંત હરીલાલ ગડારા, સુરેશકુમાર સીંગ મુનસીંગ, રાકેશકુમાર રામચંદ, કરશનભાઈ ધનાભાઈ ગોજીયા, રે ખાયડી ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૧૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઢાંઢર નદીના કાંઠે

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ ભુપતસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના ઢાંઢર નદીના સામા કાંઠે ખોડીયાર માતાના મંદિરને પાછળના ભાગે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ જમાલભાઈ ઈબ્રાહીમભાઈ ચાણકય, રમેશભાઈ રણછોડભાઈ મકવાણા, મહેશભાઈ બાલાભાઈ રાઠોડ, જમીરખાન બીલાલખાન જરવા, કરણભાઈ મુકેશભાઈ પરમાર, રે. લાલપુર વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩૦૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ પ્રતાપભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના ગોકુલનગર, બાપા સીતારામ પાનવાળી શેરી, નવાનગર સોસાયટી, વૃજધામ શેરી નં.–૪, મકાન ભવિશ્વકર્માભ આ કામના આરોપીઓ રમેશભાઈ શામજીભાઈ પરમાર, હરદેવસિંહ ગુલાબસિંહ વાળા, કપીલભાઈ કરશનભાઈ ભાટુ, મનસુખલાલ ઠાકરશીભાઈ પિત્રોડા, પ્રદીપભાઈ હિમંતભાઈ ગોસાઈ, અશ્વિનભાઈ અમૃતલાલ પિત્રોડા, કનુભાઈ ડાયાભાઈ પરમાર, ચેતનભાઈ મનસુખભાઈ પિત્રોડા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૧,૧૬૦/– તથા મોબાઈલ નંગ–૮, કિંમત રૂ.૧પ,પ૦૦/– તથા મોટરસાયકલ નંગ–ર, કિંમત રૂ.પ૦,૦૦૦/– મળી કુલ રૂ.૧૦૬,૬૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દેશી પીસ્તોલ સાથે એક ઝડપાયો : એક ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ફિરોઝભાઈ ગુલામહુશેન દલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના મયુરનગરમા વામ્બે આવાસ કોલોની પાસે રોડ, જામનગરમાં આ કામના આરોપીઓ કિશનભાઈ કિશોરભાઈ રૂડાભાઈ ચૌધરી, પાસેથી ગેરકાયદેસર રીતે પરવાના/લાયસન્સ વગર દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ.રપ,૦૦૦/– ના વાળી લઈ હથીયાર સાથે ઝડપાઈ ગયેલ છે. સુનિલભાઈ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટી ગોપ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ ડાડુભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના મોટી ગોપ ગામમાં સ્ટેશન રોડ પર આવેલ બાવળની ઝાડના ઝાડ નીચે આ કામના આરોપીઓ ભરતભાઈ બોદાભાઈ મુંઘવા, મુમાભાઈ હિરાભાઈ વકાતર, કાનાભાઈ બોદાભાઈ મુંધવા, મનસુખભાઈ ખીમાભાઈ મુંધવા, કમલેશભાઈ ડાયાભાઈ કારેણા, કરણભાઈ જેઠાભાઈ ગમારા, ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૪પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી નિતીનભાઈ નારણભાઈ કારેણા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની છ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રમેશભાઈ નાથાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ના ગુરૂદ્વારા રોડ, જલારામ સોસાયટી, મેઈન રોડ ઉપર બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાનની બાજુમાં જામનગરમાં આ કામના આરોપી કિશનભાઈ કિરીટભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ પોતાના કબ્જાના વાઈટ કલરના એકટીવા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–સી.બી.–૯પર૧ વાળાની ડેકીમાં વિદેશી દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– ની રાખી નીકળતા મોટરસાયકલ કિંમત રૂ.રપ,૦૦૦/– મળી કુલ રૂ.ર૮,૦૦૦/– ના રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

હાથીભાઈ શાસ્ત્રી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મોહસીનભાઈ જુસબભાઈ ભાવર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના મહાલક્ષ્મી ચોક પાસે, હાથીભાઈ શાસ્ત્ર્રી એપાર્ટમેન્ટના ઓટા ઉપર જાહેરમાં આ કામના આરોપીઓ મહેશભાઈ અનંતરાય ભુત, ચંદ્રેશભાઈ અનીલભાઈ ઉદાણી, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાગેશ્વર કોલોની

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ખીમાભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના નાગેશ્વર કોલોની, શેરી નં.ર, નદીના કાંઠે, જામનગરમાં આ કામના આરોપીઓ જયદીપ ધીરૂભાઈ પરમાર, નિલેશ દેવજીભાઈ બારીયા, વિશાલ ધીરૂભાઈ ડોણાસીયા, સુનીલ ઉર્ફે બાલુ રાજુભાઈ બાંભણીયા, ભાવેશ ઉર્ફે પીલુ કાળુભાઈ ચૌહાણ, કરણ રાજુભાઈ બારીયા, મનસુખ ઉર્ફે બલર ઢાપા, મનો ઉર્ફે ખોખરો દણસીયા, રાકેશ સવજીભાઈ દોણસીયા, મનોજ ઉર્ફે કારીયો રાજુભાઈ બાંભણીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બેડેશ્વર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ ડાયાભાઈ કરથીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના બેડેશ્વર એકડે એક બાપુની દરગાહ વિસ્તાર બાલ મંદિરની બાજુમાં રોડ ઉપર આ કામના આરોપીઓ નાજાભાઈ મંગાભઈા કારેથા, નારણભાઈ વિસાભાઈ કારેથા, મચ્છાભાઈ મંગાભાઈ કારેથા, પરબતભાઈ વિસાભાઈ કારેથા, મલાભાઈ હિરાભાઈ જાદવ,  રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૪૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દેડકદડ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના દેડકદડ ગામથી આજી–૩ જવાના રસ્તે જાહેરમાં બાવળની ઝાળી પાસે વોકળામાં દેડકદડ ગામ સીમમાં આ કામના આરોપીઓ હર્ષદસિંહ બહાદુરસિંહ જાડેજા, વનરાજસિંહ ચંદુભા જાડેજા, કિશોરભાઈ બચુભાઈ ઝીંઝુવાડીયા, મહિપતસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ સાસજુભા જાડેજા, જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, ભુપતસિંહ ઉર્ફે બકુલસિંહ પ્રવિણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ બળવંતસિંહ જાડેજા, રણજીતસિંહ કનુભા જાડેજા, રે. દેડકદડ ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧૭૬૦/– તથા મોબાઈલ ફોન નંગ–૪ કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ રૂ.૧૩૭૬૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બિમારી સબબ યુવાનનું મોત

અહીં બેડેશ્વર, વૈશાલીનગર શેરી નં.૪, ધરારનગર–૧, જામનગરમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ કટારીયા, ઉ.વ.ર૦, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–૯–ર૧ આકાશ દેધીભાઈ યાદવ, ઉવ.ર૬, રે. કાનાલુસ સીમ રીલાયન્સ એલ.સી.સી. વાળા રીલાયન્સમાં શ્યામ એન્ટરપ્રાઈઝમાં કામ કરતા હોય તેને તા.ર–૯–ર૧ ના કોઈપણ બિમારી કે કારણસર સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

અજાણ્યા પુરૂષનું બિમારી સબબ મૃત્યું

અહીં ગાંધીનગર બ્લોક નં.ઈ–ર૪, સાંઈબાબાના મંદિર પાસે, જામનગરમાં રહેતા હિતેષગીરી લાલગીરી ગોસાઈ, ઉ.વ.૩૬ એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬–૯–ર૧ના આ કામે મરણજનાર એક અજાણીયો પુરૂષ, ઉવ.આ.પ૦ વાળો જી.જી.હોસ્પિટલ ખાતે ડ્રાઈવર રૂમ સામે શબરી ઘર જામનગરમાં અજાણ્યા પુરૂષને ડાબા ગાલ તથા ડાબા જડબાના ભગો ગળા સુધી ગેગરીન થવાથી જીવડા પડી જતા કોઈ પણ બિમારી સબબ મરણ ગયેલ છે.

ગજણા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ના ગજણા ગામના અશોકભાઈ દેવયભાઈ પટેલના ઘર પાસે, શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ પરેશભાઈ નટુભાઈ ગોંડલીયા, અશોક દેવરાજભાઈ દેડકીયા, મેહુલ અશ્વિનભાઈ અપારનાથી, કાળુભાઈ આશાભાઈ હાથીયા, સંજય ભુપતભાઈ મેઘનાથી, હસમુખભાઈ વરસરામભાઈ ગોસાઈ, રે. ગજણા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૬૪પ૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રીંજપર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિપુલભાઈ લક્ષ્મણભાઈ કોટા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ના રીંજપર ગામમાં આવેલ પીઠળમાંના મંદિર પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે, આ કામના આરોપીઓ હેમતભાઈ વજશીભાઈ બેલા, પીઠાભાઈ રાજશીભાઈ વશરા, ગોવિંદભાઈ ભુરાભાઈ વશરા, રે. રીંજપર ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩૬ર૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હિતેશભાઈ નગાભાઈ બૈયડાવદરા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઢીચડા

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોનસ. મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૧ ના જામનગરથી ઢીચડા ગામ ઈકકાભાઈની પાનની દુકાન પાસે રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ બોદુ સીદીકભાઈ દોદેપોત્રા, આરીફ ઈસ્માઈલભાઈ ખફી, યુનુસ આમદભાઈ દોદેપોત્રા, મુસ્તાર મુસાભાઈ દોદેપોત્રા, ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪પ૮૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ઓસમાણ આમદભાઈ ખફી, ઈકબાલ ઉમરભાઈ દોદેપોત્રા  ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:24 pm IST)